અમરેલીના જશવંતગઢમાં નાયબ મામલતદારની માતાની કરાઇ કરપીણ હત્યા

  • November 28, 2024 09:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના જશવંતગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા પ્રભાબેન તેરૈયા (54)ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.


મળતી માહિતી અનુસાર પ્રભાબેન પોતાના ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પ્રભાબેનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે વાર કરીને કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.


મૃતક પ્રભાબેનના પતિ ભાનુભાઇ નિવૃત્ત શિક્ષક છે અને પુત્ર રાજુભાઇ અમરેલીના જશવંતગઢમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યારાને પકડવા માટે વિવિધ એંગલથી તપાસ હાથ ધરી છે.


આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકો આ નિર્દય હત્યાની નિંદા કરી રહ્યા છે અને આરોપીને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application