બે દાયકામાં વિશ્વભરમાં ડેંગ્યુના કેસમાં ૧૦ ગણો વધારો નોંધાયો

  • December 26, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વભરના દેશોમાં ડેન્ગ્યુનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર લગભગ બે દાયકામાં વૈશ્વિક સ્તરે ડેન્ગ્યુના કેસમાં ૧૦ ગણો વધારો થયો છે. વિશ્વના ૧૨૯ દેશોમાં નોંધાયેલા કેસ ૨૦૧૯માં વધીને રેકોર્ડ ૫.૨ મિલિયન થઈ ગયા છે જે ૨૦૦૦માં પાંચ મિલિયનથી વધુ છે. આવી પરિસ્થિતિ હોવા છતા હજુ પણ અસરકારક સારવાર અથવા રસીનો અભાવ છે.


મહત્વનું છે કે ૨૦૨૦–૨૦૨૨ ની વચ્ચે કોવિડ–૧૯ મહામારી અને ઓછા રિપોટિગ દરને કારણે કેસમાં ઘટાડો થયો. પરંતુ ૨૦૨૩માં ડેન્ગ્યુનો ફેલાવો ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો. આ વર્ષે વિશ્વભરમાં વાયરસથી ૫ મિલિયનથી વધુ કેસ નોધાયા અને ૫,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલ વધુ વરસાદ, ભેજ અને ગરમીને કારણે ડેન્ગ્યુના વાયરસના ફેલાવાનું જોખમ વધી ગયું છે. નબળી આરોગ્ય પ્રણાલીએ પણ ડેન્ગ્યું ના ફેલાવામાં મહત્વની ભૂમિકા ભજવી.


ઉલ્લેખનીય છે કે આ વર્ષે, બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરાગ્વે અને પેમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ઐતિહાસિક સંખ્યામાં કેસ નોંધાયા બાદ પેને કેટલાક વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવી પડી હતી. આ સિવાય ફ્રાન્સ, ઈટાલી અને જેવા દેશોમાં વાયરસનું સ્થાનિક ટ્રાન્સમિશન પણ નોંધાયું હતું અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સુદાન, સોમાલિયા અને યમન જેવા આર્થિક રીતે કમજોર અને સંઘર્ષથી પ્રભાવિત દેશોમાં પણ ડેન્ગ્યુનો પ્રકોપ તબાહી મચાવી રહ્યો છે.


ડબલ્યુએચઓ ના દક્ષિણ–પૂર્વ એશિયા ક્ષેત્રના ૧૧ સભ્ય દેશોમાંથી ૧૦ દેશોને ડેન્ગ્યુ વાયરસ માટે સ્થાનિક માનવામાં આવે છે. ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૩માં બાંગ્લાદેશ અને થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના કેસ નોંધાયા હતાઆ વર્ષે નવેમ્બર સુધીમાં, બાંગ્લાદેશમાં૨૦૨૨ માં નોંધાયેલા ૬૨,૩૮૨ કેસની તુલનામાં આંકડો ૩,૦૮,૧૬૭ પર પહોંચ્યો હતો. તેવી જ રીતે, થાઈલેન્ડમાં ૩૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. યારે ભારતમાં, કેરળ અને બાંગ્લાદેશની સરહદે આવેલા પૂર્વેાત્તર રાયોમાં૨૦૨૩ માં પાછલા વર્ષની સરખામણીમાં કેસોમાં વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે ડેન્ગ્યુના પ્રકોપની વાત કરીએ તો ૮૦% કેસ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યા જયારે આ વર્ષે આફ્રિકામાં ડેન્ગ્યુના ૧.૭ લાખ કેસ નોંધાયા છે, બુર્કિના ફાસો આફ્રિકન ક્ષેત્રમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છેપશ્ચિમ પેસિફિક ક્ષેત્રના આઠ દેશોમાં ૦.૫ લાખથી વધુ ડેન્ગ્યુના કેસ અને ૭૫૦ લોકોના મોત નોંધાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application