ધારાસભાની પાંચ બેઠક માટે પક્ષપલટુઓ ભાજપના ઉમેદવાર

  • March 26, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ૨૬ બેઠકો સાથે વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત પંચ દ્રારા કરવામાં આવી છે આ માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા પાંચ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે એકમાત્ર વિસાવદરની બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાથી આ બેઠકની ચૂંટણી નથી થવાની બાકીની પાંચે બેઠકો માટે જે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે તે તમામને ટિકિટ આપી છે.

ડો.સી.જે.ચાવડાને વિજાપુર બેઠક માટે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. પોરબંદરની બેઠક પર અર્જૂન મોઢવાડિયા, માણાવદર– અરવિંદ લાડાણી, ખંભાત– ચિરાગ પટેલ અને વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.નોંધવું જરૂરી છે કે વિજાપુર પોરબંદર અને ખંભાતની બેઠકના ઉમેદવારો અગાઉ કોંગ્રેસ,આપ કે અપક્ષ પ્રતિનિધિત્વ કરતા હતા આ તમામ ધારાસભ્યોએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો કે ભગવો ધારણ કરતા તમામને ફરી ટિકિટ આપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આ માટે કોંગ્રેસ–આપનું ગઠબંધન કરી શકે છે. હાલમાં બંને પક્ષો પેટાચૂંટણીમાં એકત્ર થઇને લડવાના મૂડમાં જોવા મળી રહી છે.

હાલમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્રારા ગઠબંધન કરવામાં આવ્યું છે. જેમાં ભચ અને ભાવનગર બેઠક પરથી કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ઉમેદવાર ઉતારવામાં આવી રહ્યા છે. આ પછી બંને પક્ષ વચ્ચે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ગઠબંધનની શકયતા રહેલી છે.
બંને પક્ષના હાઇકમાન્ડને અભિપ્રાય મોકલવામાં આવશે. તેમજ ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા શ કરવામાં આવી છે. આ માટે બંને પક્ષ દ્રારા ૪ બેઠક પર કોંગ્રેસ, ૨ બેઠક પર આપ ચૂંટણી લડી શકે છે. તેવી શકયતા જોવામાં આવી રહી છે. તેમજ તાજેતરમા લોકસભાની ચૂંટણી જાહેર બાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળેલી બેઠકમાં બંને પક્ષે ગઠબંધનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેની સાથે જ બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડે તો પેટા ચૂંટણીમાં સારા પરિણામ મળી શકે છે. જેના માટે પેટા ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકવામાં આવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application