ખંભાળિયાનું સર્કિટ હાઉસ જર્જરીત, બંધ કરવાનો નિર્ણય

  • July 27, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાકીદે રીનોવેશન કરવા ઉઠતી માંગ

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલું સરકારી સરકીટ હાઉસ ખૂબ જ જર્જરિત હોય, આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ સર્કિટ હાઉસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખંભાળિયા શહેરમાં આવેલા જોધપુર ગેઈટ વિસ્તારમાં દાયકાઓ જૂનું પી.ડબ્લ્યુ.ડી. પંચાયત વિભાગ હસ્તકનું સરકીટ હાઉસ કે જેમાં નાના મોટા ચાર રૂમ આવેલા છે. આ સર્કિટ હાઉસની ઈમારત ખૂબ જ જૂની અને જર્જરીત બની ગઈ હોય, તેમાં અવારનવાર પોપડા ખરે છે. ત્યારે આ સર્કિટ હાઉસની છત પર સળિયાઓ પણ હવે દેખાઈ ગયા હોવાથી સલામતી માટે આ સરકીટ હાઉસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા દાયકાઓથી અહીં સરકારી અધિકારીઓ તેમજ સરકારી મહેમાન અને તેઓના પરિવારો રોકાણ અર્થે આવે છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલું આ સરકીટ હાઉસ સુવિધારૂપ અને મહત્વનું બની રહ્યું છે. જ્યારે આ સરકીટ હાઉસનું રીનોવેશન કરી અને કે અહીં અન્ય રૂમો બનાવીને તેનો ઉપયોગ પણ કરી શકાય તેવું હોય, આ બાબતે સરકારી તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
અત્રે ઉલ્લેખ છે કે વર્ષ ૨૦૧૩ થી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ અસ્તિત્વમાં આવ્યો છે. પરંતુ અહીં એકેય સુવિધા રૂપ રેસ્ટ હાઉસ નથી. થોડા સમય પૂર્વે સ્ટેટ વિભાગ દ્વારા અત્રે દ્વારકા હાઈવે પરના સ્ટોર પાસે નવું સરકીટ હાઉસ બનાવવામાં આવ્યું છે. પરંતુ તે હજુ ખુલ્લું ન મૂકાતા હવે જિલ્લાનું મુખ્ય મથક સરકીટ હાઉસની સવલત વિહોણું બન્યું છે. અહીંના જોધપુર ગેઈટ પાસેનું જૂનું સરકારી ગેસ્ટ હાઉસ પોપડા પડતા હવે મહેમાનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application