૨ાજકોટ દૂધ સંઘનાં નિયામક મંડળનો નિર્ણય : દૂધનાં ખ૨ીદભાવમાં રૂા.10નો ભાવ વધારો

  • August 29, 2023 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટ દૂધ સંઘનાં નિયામક મંડળનો દૂધના ભાવ વધા૨વાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધનાં ખ૨ીદભાવમાં રૂા.૧૦નો ભાવ વધારો કરાયો છે. દૂધ સંઘ તા.૦૧/૦૯/૨૦૨૩થી દૂધ મંડળીઓને કિલો ફેટના રૂા. ૮૨૦/– ચૂકવવામાં આવશે. 


પશુ આહારનાં ભાવ અને વરસાદની ખેંચને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક મદદરૂપ થવાનો સંઘના નિયામક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધન ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. પશુ આહારના ભાવ અને ખેતીમાં વરસાદની ખેંચને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા.૧૦નો ભાવ વધા૨ો ક૨ીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.૮૨૦/– ક૨વા નિર્ણય નક્કી કરાયો છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૧૦ ચુકવવામાં આવી રહયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૭પ હતો જેની સરખામણીએ આ જાહેરાતથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂા.૭૦ વધુ મળશે. દૂધ સંઘ દ્વારા તા. ૦૧-૦૯-૨૦૨૩થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા.૮૨૦– ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.૮૧૫ ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application