રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-1 અને ન્યારી-1 ડેમ તેમજ ન્યારી-2ના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે, ચાલુ ચોમાસે થોડા દિવસો પૂર્વે ઓવરફ્લો થયેલા આ જળાશયો ફરી ઓવરફ્લો થતા લેવલ જાળવવા દરવાજા ખોલાયા છે. મેઘરાજા ચોથા રાઉન્ડમાં જોરદાર વરસતા આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં નવ ડેમમાં નવા નીરની આવક થઈ છે અને કુલ 82માંથી 28 ડેમ ઉપર પાંચ મીમીથી લઈને સવા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપરના ન્યારી-1 ડેમમાં ગત રાત્રી દરમિયાન 0.33 ફૂટ વરસાદી પાણીની આવક થતા આજે સવારે ડેમની સપાટીએ 24.90 ફૂટે પહોંચી છે. કુલ 25.10 ફૂટની ઉંડાઇનો ન્યારી-1 ડેમ ઓવરફ્લો થવામાં હવે ફક્ત 0.20 ફૂટનું અંતર બાકી રહેતા ડેમનો એક દરવાજો 0.075 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય જળ સ્ત્રોત ન્યારી-1ની કુલ સંગ્રહ ક્ષમતા 1248 એમસીએફટી છે, આજની સ્થિતિએ ડેમમાં 1171 એમસીએફટી જળ સંગ્રહ થયો છે.
જ્યારે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર ન્યારા ગામ પાસે આવેલા ન્યારી-2 ડેમની કુલ ઉંડાઇ 20.70 ફૂટ છે અને ડેમ હાલ પૂર્ણ સપાટીએ ભરેલો છે, દરમિયાન ગત રાત્રિથી ધીમી ગતિએ નવા નીરની આવક શરૂ થતાની સાથે ડેમનો એક દરવાજો 0.3 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. ન્યારી-2 ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 433 એમસીએફટીની છે જેની સામે 407 એમસીએફટી જળ સંગ્રહ થયો છે, આ ડેમનું પાણી પ્રદુષિત હોય પીવાના ઉપયોગમાં લેવાતું નથી, ફક્ત કૃષિ સિંચાઇ માટે તેનો ઉપયોગ કરાય છે.
ભાદર-1 ડેમ 34 ફૂટની પૂર્ણ સપાટીએ ભરાઇ જતાં ડેમના 5 દરવાજા 1.82 મીટર ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમ વિસ્તારના ખંભાલીડા, ભૂખી, ઉમરકોટ, વેગડી ગોંડલ, ભંડારીયા, મસીતાળા, નવાગામ, નિલાખા જામકંડોરણા, ઈશ્વરીયા, તરાવડા જેતપુર, દેરડી, જેતપુર, કેરલી, ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોનપર, નવાગઢ, પાંચપીપળા, રબારીકા, સરધારપુર, વડાસડા સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તાર પર ન જવા સુચના અપાઇ છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના જણાવ્યા મુજબ ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીના છેલ્લા 24 કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી-2માં 1.15 ફૂટ, ન્યારી-1માં 0.33 ફૂટ, પૂર્ણ સપાટીએ ભરેલા ન્યારી-2માં ધીમી ધારે આવક થતા એક દરવાજો 0.3 મીટર સુધી ખોલાયો છે. જ્યારે મોરબી જિલ્લામાં મચ્છુ-1માં 0.07 ફૂટ, ડેમી-1માં 0.43 ફૂટ અને બ્રાહ્મણી-2માં 0.33 ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. જામનગર જિલ્લાના રૂપાવટી ડેમની સપાટીમાં 0.26 ફૂટનો વધારો થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-1માં 0.20 ફૂટ, નિમ્ભણીમાં 0.33 ફૂટ પાણીની આવક નોંધાઇ છે.
આગામી દિવસોમાં હજુ વરસાદની આગાહી હોય સિંચાઇ તંત્ર એલર્ટ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech