બંગાળની ખાડીમાં બન્યું વાવાઝોડું શિયાળાની સીઝન ડિસ્ટર્બ થઈ

  • November 27, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોડે મોડે શ થયેલી શિયાળાની સીઝનમાં ઠંડીનું પ્રમાણ દિવસો દિવસ વધી રહ્યું હતું. ત્યાં બંગાળની ખાડીમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે શિયાળો ડિસ્ટર્બ થઈ ગયો છે. આજે લઘુતમ તાપમાનનો પારો અમુક જગ્યાએ થોડો નીચે ઉતર્યેા હતો. તો અમુક જગ્યાએ સામાન્ય વધારો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. આજે રાજકોટમાં સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન ૧૫.૨ ડીગ્રી નોંધાયું છે. પોરબંદરમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી રહ્યું છે. ભુજમાં આજે ૧૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલ કરતા એકાદ ડિગ્રી વધુ છે. નલિયામાં ગઈકાલે અને આજે એમ બંને દિવસ મિનિમમ ટેમ્પરેચર ૧૩.૮ ડિગ્રી નોંધાયું છે. દોઢ ડિગ્રીના ઘટાડા સાથે અમરેલીમાં આજનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે. યારે ભાવનગરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૬.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે. બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં ગઈકાલે સર્જાયેલું ડિપ્રેશન આજે સવારે વાવાઝોડામાં પરિવર્તિત થયું છે અને તે તામિલનાડુના દરિયાકાંઠા તરફ પ્રતિ કલાકના આઠ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. દરિયામાં અત્યારે ૬૦ થી ૭૦ કીલોમીટરની ઝડપે પવન ફંકાતો હોવાથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ઇન્ડિયન મિટીયરોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ બે દિવસમાં આ સિસ્ટમ શ્રીલંકા અને તામિલનાડુના દરિયાકાંઠા વચ્ચે ટકરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application