ઓનલાઇન ટ્રેડિંગ,આઇપીઓ,વીજ બિલ ભરવા સહિતના નામે થયું સાયબર ફ્રોડ

  • February 27, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાયબર ફ્રોડના બનાવ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે.ત્યારે ઓનલાઇન ટ્રેડીંગમાં નાણાં કમાવવા,આઇપીઓ ભરવા અને વીજ ભરવા સહિતના નામે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.એ ડિવિઝન પોલીસ દ્રારા સાયબર ફ્રોડમાં પાંચ અરજદારાઓએ ગૂમાવેલી .૮૫,૫૨૧ ની રકમ તેમને પરત અપાવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા અરજદારાઓએ સાયબર ફ્રોડથી પીયા ગુમાવેલ હોય તે પરત અપાવવા સુચના આપી હોય જેના ભાગપે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની સાયબર ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઇ, એમ.વી.લુવા તથા હે.કોન્સ જયેન્દ્રસિંહ, કોન્સ અમીતભાઇ દ્રારા અરજદારઓને સાયબર ફ્રોડથી ગુમાવેલ પાંચ અરજદારોને . ૮૫,૫૨૧ ની રકમ પરત અપાવવામાં આવી છે.
જેમને રકમ પરત અપાવી છે તેમાં અરજદાર હીરાભાઈ કાળુભાઇ બોરીયાને પર્સનલ લોનની જરીયાત હોય જેથી તેમણે પર્સનલ લોન માટે જરી ડોકયુમેન્ટ તથા પૈસા પર્સનલ લોન કરવા માટે સામાવાળાન નંબર પર ઓનલાઇન આપેલ પરંતુ કોઇ લોન ન થયેલ પરંતુ તેમની સાથે સાયબર ફ્રોડ થયેલ જેના .૧૯,૮૭૬ પરત અપાવ્યા છે.મહિલા અરજદાર કાજોલ હર્ષદભાઇ હેલૈયાને સામાવાળાએ ઇન્સ્ટાગ્રામમા ઓનલાઇન ટ્રેડીંગ કરી પૈસા કમાવવાની લાલચ આપતા તેઓ પૈસા કમાવવાની લાલચમા આવી જતા સામાવાળાએ ઓનલાઇન ટ્રેડીંગ કરવતા પરંતુ તેઓ ને કોઇ પૈસાનો લાભ થયેલ નહી પરંતુ તેમની સાથે સાયબર ફ્રોડ થયેલ જેના .૨૦,૦૦૦ પરત અપવ્યા છે. અરજદાર મુકેશભાઈ દીનેશભાઈ પરમારને આઇ.પી.ઓ ભરવાના નામે સાયબર ફ્રોડ થયેલ હોય જેના .૧૪,૬૪૫ પરત અપાવ્યા છે.
આ સિવાય ઇરફાન અબ્દુલભાઇ દલ જે લ પ્રસંગની ઇવેન્ટ કરતા હોય તેમા જરી હલ્દી ટબ અને કોલ્ડ પાયરો સ્ટેન્ડ સામાવાળા પાસેથી મંગાવેલ પરંતુ કોઇ માલસામાન મોકલતા ન હોય તેમની સાથે ઓનલાઇન સાયબર ફ્રોડ થયેલ જેના .૧૦,૫૦૦ પરત અપાવ્યા છે. અને યતીન મુકેશચદ્રં જોષીને પીજીવીસીએલમાંથી ફોન આવેલ અને કહેલ કે તમા બીલ ભરવાનુ બાકી છે અને લીંક મોકલતા અરજદારએ તેમા કલીક કરતા તેમના .૨૦,૫૦૦ ડેબીટ થઇ ગયા હતા જે રકમ પરત અપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application