અમદાવાદની બેંકમાં ગ્રાહકે મેનેજરને માર માર્યો, શર્ટ ફાડ્યો, લાફાવાળી કરી, જુઓ મારામારીનો વીડિયો

  • December 07, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના વસ્ત્રાપુરમાં ગુરુવારે સવારે માનસી સર્કલ પાસે આવેલી યુનિયન બેંકની પ્રેમચંદનગર શાખામાં ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) મુદ્દે ગ્રાહક અને બેંક મેનેજર વચ્ચે તડાફડી થઈ હતી અને બાદમાં ગ્રાહક મારામારી પર ઉતરી આવ્યો હતો. જેમાં જૈમન રાવલ નામના ગ્રાહકે બેંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘ અને લાઇફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. જેમાં બેંક મેનેજર સહિતના કર્મચારીએ ગ્રાહકે હુમલો કર્યો હોવાની જણાવ્યું હતું.


વચ્ચે પડેલા કર્મચારીને લાફો ઝીંક્યો
આ દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે પડ્યા હતા તો ગ્રાહકે તેમને પણ લાફો માર્યો હતો. સમગ્ર મામલે બેંક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે જૈમન રાવલ વિરુદ્ધ ફરજમાં રુકાવટ, મૌખિક દુર્વ્યવહાર અને શારીરિક હુમલો કરવા બદલ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.


મેનેજરનો શર્ટ ફાડી નાખ્યો
યુનિયન બેંકની પ્રેમચંદનગર શાખાના બેંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘે ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, બોડકદેવના રહેવાસી જૈમન રાવલ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ પર TDS કપાત વિશે પૂછપરછ કરવા બેંકમાં આવ્યા હતા. જ્યારે રિફંડ પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યા છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન જૈમને તેમના નાણાંનો બેંક દ્વારા દૂરઉપયોગ કરાયાનો આરોપ લગાવ્યો હતો. ઉશ્કેરાયેલા જૈમને બેંક મેનેજરનું આઇડી કાર્ડ ખેંચી લીધું હતું અને શર્ટ પણ ફાડી નાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application