જીવદયાપ્રેમીએ વાહનો રોકાવી કુવાડવા રોડ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
શહેરની ભાગોળે માલીયાસણ બ્રિજ નજીક આઇસરમાંથી ૧૨ પશુ અને કટારીયા ચોકડી પાસે પીકઅપ વાહનમાંથી ૫ પશુને ક્રુરતાપૂર્વક બાંધી લઇ જવામાં આવી રહ્યા હોય જીવદયાપ્રેમીએ પોલીસને જાણ કરી આ પશુને છોડાવ્યા હતાં.આ મામલે કુવાડવા રોડ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર પુષ્કરધામ એવન્યુમાં રહેતા જીવદયાપ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધીયાડ(ઉ.વ ૩૩) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આઇસર નંબર જીજે 14 ઝેડ 7580 ના ચાલક લખન પરબતભાઈ કરંગીયા (રહે. ભંડારીયા તા. ખંભાળિયા)નું નામ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને મળેલી માહિતી મુજબ રાત્રિના માલીયાસણ બ્રિજ પાસે આઇસર અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી નવ ભેંસ અને ત્રણ પાડા બાંધી રાખ્યા હોય આ બાબતે પૂછતા આ પશુ તાપી વ્યારા ખાતે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાહનમાં આ પશુઓને બાંધી તેની હેરફેર કરવામાં આવતી હોય જેથી આમ મામલે જીવદયાપ્રેમીની ફરિયાદ પરથી પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
ભાવિનભાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખોખડદળમાં રહેતા જયરાજ રાજુભાઈ ચાવડા અને સાહિલ કરીમભાઈ બેલી (રહે. ભીલવાસ,રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઠારીયા ચોકડી પાસે તેમણે શંકાસ્પદ ટાટા પીકપ વાહન અટકાવતા તેમાં ત્રણ ભેંસ અને બે પાડા બાંધી રાખ્યા હોય જેથી આ બંને શખસો આ ફરિયાદ નોંધાવી છે. જેમાં અમને પોલીસે પશુ પ્રત્યેક ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech