રાજકોટમાં વધુ એક આત્મહત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેર ગટગટાવી લીધું હતું. જો કે યુવકે આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો અને સુસાઇડ નોટ પણ લખી હતી. એ પછી ઘટનાની જન થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેમાં પોલીસે 10 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને 5 ની અટકાયત કરવામાં આવી છે.
જેમાં તપાસ બાદ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ગત 28 જાન્યુઆરીએ અલ્પેશ સાકરીયા નામના યુવાને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેમણે સુસાઇડ નોટ પણ લખી હતી અને વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. સુસાઇડ નોટ મુજબ તેમણે 10 માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતે આક્ષેપો કર્યા છે. જે બાબતે પ્ર.નગર પોલીસ સ્ટેસનમા BNS કલમ 108, 54 અને મની લેન્ડીંગ એક્ટની કલમ 5, 40 અને 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 10 આરોપીઓમાંથી 5ની અટકાયત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વ્યાજની રકમ વિષે જે સુસાઇડ નોટમાં અમાઉન્ટ લખવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા ટ્રાન્જેકશન બેંક મારફતે થયા હતા અને કેટલા ટ્રાન્જેકશન કેશ છે. તેમણે જણાવ્યું કે સુસાઇડ નોટ દ્વારા અમાઉન્ટ ક્લિયર નથી થતી એટલે પૂછપરછ દ્વારા વધુ માહિતી સામે આવશે ત્યારે આપને જણાવીશું. તેમણે વધુમાં જણાવ્યું કે સુસાઇડ નોટમાં કુલ 10 આરોપીઓના નામ હતા. જેમાંથી 5 ની અટક કરી લેવામાં આવી છે અને 5 આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech