GPay, PhonePe, Paytm અને Bhim UPIનો ઉપયોગ કરનારાઓ માટે મોટા સમાચાર છે. દેશના ઘણા ભાગોમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ડાઉન થઈ ગઈ છે. UPIના ઘણા યુઝર્સ તરફથી ઓનલાઈન પેમેન્ટ ફેલ થવાની ફરિયાદ કરી છે.
જો તમે ઓનલાઈન પેમેન્ટની લેવડદેવડ કરો છો તો તમારા માટે કામના સમાચાર છે. બની શકે કે તમે આ સમયે GPay, PhonePe, Paytm અથવા Bhim UPIનો ઉપયોગ ન કરી શકતા હોવ. તમને જણાવી દઈએ કે અચાનક UPI ડાઉન થઈ ગયું છે. દેશના મોટાભાગના શહેરોના યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે હજારોની સંખ્યામાં UPI યુઝર્સે ફરિયાદ નોંધાવી છે.
આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ ડાઉનડિટેક્ટર દ્વારા પણ UPI ડાઉન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સમાચાર લખાયા ત્યાં સુધી ડાઉનડિટેક્ટર પર લગભગ 3200થી વધુ લોકો UPI આઉટેજ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે. ડાઉનડિટેક્ટરની સાથે સાથે UPI યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ અંગે ફરિયાદ કરી હતી. ઘણા યુઝર્સનું કહેવું છે કે તેમને બેલેન્સ જોવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.
ઘણા યુઝર્સે જણાવ્યું કે UPIથી પેમેન્ટ થઈ રહ્યું નથી. પેમેન્ટ સિવાય એપ્લિકેશન પર અન્ય માહિતી જાણવામાં પણ સમસ્યા થઈ રહી છે. GPay, PhonePe, Paytm પ્રોસેસિંગમાં ઘણો સમય લઈ રહ્યા છે. માત્ર એટલું જ નહીં ઓનલાઈન પેમેન્ટ વારંવાર ફેલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના ફોન પર ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન કામ કરી રહી નથી.
DownDetector અનુસાર સાંજે 7:50 વાગ્યા સુધીમાં UPIને લઈને સમસ્યા શરૂ થઈ હતી. વેબસાઈટ પર થોડી જ મિનિટોમાં હજારો ફરિયાદો નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે ભારતનું યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એક લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ સર્વિસ છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. હાલમાં UPI આઉટેજ અંગે NPCI તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુછડી નજીક મીનીબસ હડફેટે ભાઇની નજર સામે બહેનનું નિપજ્યુ કણ મોત
May 09, 2025 02:45 PM‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech