મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કટારિયા ચોકડી પર આઇકોનિક બ્રિજનું ભૂમિપૂજન કરી 565.63 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. બાદમાં ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં રાજકોટની સફાઈને લઈને મનપાને ટોણો માર્યો હતો અને જણાવ્યું હતું કે, રંગીલુ રાજકોટ સ્વચ્છતાનું પાટનગર બનવાનું છે, નેતા આવે ત્યારે સફાઈ ન કરતા રેગ્યુલર સફાઈ કરજો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના આગમન પહેલા મનપાએ એક જ દિવસમાં ગંદકીથી ખદબદતો આખો કાલાવડ રોડ સાફ કર્યો હતો. જેને લઈને મુખ્યમંત્રીએ મનપાને ટોણો માર્યો હોય તેવું બની શકે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમને ઘણા કામો આપીશ, પણ તાળી પાડો. પાણીની સમસ્યા છે એનું પણ આયોજન કર્યું છે. દેશમાં સર્વગ્રાહી વિકાસ થયો છે તેમા નાનામાં નાના માણસને કેન્દ્રસ્થાને રાખ્યો છે. સૌને આવાસ, આરોગ્ય અને આહાર મળે તેવી સંકલ્પના સાથે શહેરી વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. રંગીલા શહેરનો વિકાસ થાય તે માટે રાજકોટમાં વિકાસના કામો થયા છે. રાજકોટ શહેરને એક જ દિવસમાં 565 કરોડના વિકાસ કામોને ભેટ મળી છે.
વધુમાં જણાવ્યું હતું કે, લાખ રૂપિયામાં તકલીફ પડતી હતી તે આજે એક કરોડનું કામ થઈ રહ્યું છે. ગુજરાતના વધતા જતા શહેરીકરણમાં બદલાવ આવ્યો છે અને તેના વિકાસ માટે બજેટમાં વધારો કર્યો છે. 2010માં ગુજરાતના સ્થાપનાના અવસરે નરેન્દ્રભાઈએ સુવર્ણ શહેરી વિકાસ યોજના જાહેર કરી હતી. હવે તેમના માર્ગદર્શન હેઠળ આપણે નવી શહેરીકરણની યોજના લાવી રહ્યા છીએ. મોદી સાહેબે 2005માં શહેરી વિકાસ તરીકે વર્ષને ઉજવ્યું હતું. આપણે 2025ના વર્ષને પણ શહેરી વિકાસના વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.
વધુમાં જણાવ્યું હતું કે, શહેરો આર્થિક વિકાસના કેન્દ્ર બની રહ્યા છે. રાજકોટ પણ ગ્રોથ હબ બને તે માટે આપણે ડેવલોપમેન્ટ કરવાના છીએ. વિકસિત ભારત માટે વિકસિત ભારત. આજે હું અહીંયા આવતો હતો ત્યારે જોયું કે રંગીલુ રાજકોટ સ્વચ્છતાનું પાટનગર બનવાનું છે. હવે એમાં મહેનત કરજો. મેદસ્વતી સામે પણ લડવાનો કોલ વડાપ્રધાને આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech