ખંભાળિયાની સગીરા પર દુષ્કર્મ સબબ રાજકોટના શખ્સ સામે ગુનો

  • August 19, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો : પોલીસ દ્વારા તપાસ

ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા એક પરિવારની ૧૬ વર્ષ ૮ માસની વયની સગીર પુત્રીને રાજકોટ ખાતે રહેતા જયદીપ ભેડા નામના શખ્સ દ્વારા લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, ફરિયાદી પરિવારના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રાજકોટના જયદીપ ભેડા સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. યુ.કે. મકવા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application