પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલત

  • January 21, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભૂજમાં સ૨કા૨ી જમીન એક ખાનગી કંપનીને આપી પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે અમદાવાદ ગ્રામ્યકોર્ટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ કે.એમ.સોજીત્રાએ પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ એન.શર્મા ને દોષી ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. યારે અન્ય બે વ્યકિતને પુરાવાના અભાવે નિર્દેાષ છોડી મૂકયા છે.
આ ઉપરાંત કચ્છ–ભૂજ કલેકટરના કાર્યકાળ દરમ્યાન પૂર્વ સનદી અધિકારી પ્રદીપ એન. શર્મા દ્રારા વેલસ્પન કંપનીને મોટો આર્થિક ફાયદો કરાવવાના અને ખોટી રીતે જમીન ફાળવી સરકારી તિજોરીને લાખો પિયાનું નુકસાન પહોંચાડવા સહિતના ત્રણ અલગ–અલગ કેસોમાં પુરાવાના અભાવે નિર્દેાષ છોડી મૂકયા છે.
પ્રદીપ શર્માના લાંચ કેસમાં સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આખોય કેસ નિ:શંકપણે પુરવાર થાય છે. આરોપી નિલંબિત આઈએએસ તરીકે જિલ્લ ાના અધિકારી તરીકે ગુનો આચર્યેા હતો. કોર્ટે માન્યું છે કે, પ્રદીપ શર્માએ ગુનો કર્યેા છે. એક આઈએએસ અધિકારી તરીકે પુરવાર થયેલા ગુનાને ઓછામાં ઓછી સજા ન કરી શકાય.
જો આઈએએસ અધિકારી તરીકે કરેલા કારનામાને ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે. આઈએએસ અધિકારી હતા એટલે ઓછી સજા થઈ એવું લોકો ન કહેવા જોઈએ. આવા લોકો પર લગામ રહે માટે જ નવા કાયદામાં જોગવાઈ એટલા માટે જ વધારવામાં આવી છે. નવા કાયદામાં સંબંધિત કેસમાં ૧૦ વર્ષ સુધી મહત્તમ સજાની જોગવાઈ અને ઓછામાં ઓછી , ૪ વર્ષ સજાની જોગવાઇ છે. યારે જૂના કાયદામાં ઓછામાં ઓછું ૧ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ સજાની જોગવાઇ ત્યારે કોર્ટે પ્રદીપ શર્માને ન માત્ર સજા પરંતુ દડં પણ ફટકારવો જોઇએ.
યારે પ્રદીપ શર્મા તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, આ કેસમાં જૂની કલમ મુજબ નોંધવામાં આવ્યો હતો અને કેસ તે જ રીતે ચાલ્યો પણ છે. તેથી સજા પણ જૂના કાયદા મુજબ આપવામાં આવે. લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને ધ્યાને લેવામાં આવે. ઉપરાંત પ્રદીપ શર્માની ઉંમરને પણ ધ્યાને લેવી જોઇએ અને ઓછામાં ઓછી સજા કરવી જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી અધિકારીને ૫ વર્ષ કેદની સજા ફટકારી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News