આરાધના હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની જામીન ફગાવતી કોર્ટ

  • November 21, 2023 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરની એક હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી સગીરાને સિદસર રોડ પરની હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર મહુવાના શખ્સની જામીન અરજી કોર્ટએ ફગાવી દીધી હતી.


 ટુંક વિગતો મુજબ શહેરની એક હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી સગીરાએ એવી ફરિયાદ નોંધાવેલ હતી કે ચેતન જીવનભાઈ લાધવા (રહે. કરમદિયા, તા. મહુવા) લલચાવી ફોસલાવી ધાક-ધમકી આપી શહેરના સીદસર રોડ પર આવેલ આરાધના હોટલમાં લઈ ગયેલ હતો. જ્યાં તેણે દુષ્કર્મ આચરી ધમકી આપી પરત મૂકી જતો રહ્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ચેતન જીવનભાઈ લધવાની ની ધરપકડ કરી હતી.


દરમિયાનમાં આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા માટે જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં ભોગ બનનાર વતી ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાએ કરેલી દલીલોમાં રજુઆત આરોપી હોટલમાં રોકાયેલ હોય તેવા પુરાવા મળી આવેલા છે, ભોગ બનનાર તેમના માતા પિતાથી દૂર રહીને અભ્યાસ કરતી હતી જ્યાં આરોપીએ જઈને દુષ્કર્મ જેવું કૃત્ય આચરેલ છે , આરોપી બનાવ બાદ નાસી ગયેલ હતો, આરોપી સાક્ષી પુરાવા સાથે ચેડાં કરે તેવી શક્યતા રહેલી છે અને આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે. બાબુલ વાળાની દલીલો ધ્યાને લઈ ચોથા એડિશનલ સેશન્સ જજ પી.આઈ.પ્રજાપતિએ આરોપીની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application