સરકારી વકીલ પિયુષ પરમારની ધારદાર દલીલ ગ્રાહય રાખતી કોર્ટ
આ કેસની હકીકત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં રહેતા ફારૂકભાઈ ગફારભાઈ જુણેજા એ ગાયત્રી નગર, પ્લોટ વિસ્તારમાં પોતાનાં રહેણાંક મકાનમાં વીજ મીટર ન હોય, અને ઘરની નજીકથી પસાર થતી વીજલાઈનના ઘાંભલા ઊપરથી સર્વિસ વાયર જોડી ઘરમાં વીજ વપરાશ કરતા પી.જી.વી.સી.એલ. નાં અધિકારી દ્વારા તેમનાં ઘરનું ૨૦૧૮માં ચેકીંગ કરવામાં આવતા તેઓ વીજચોરી કરતા હોવાનું માલુમ પડતા તેઓને રૂ. ૪૯૨૬. પ૧ પૈસાનું બીલ આપી તેની સામે ફોજદારી રાહે ધી ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ ની કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પૂરતા પુરાવા એકઠા કરી ધ્રોલ કોર્ટમાં રજુ રાખેલ હતો. ત્યારબાદ કેસની સુનવણી સત્તા સેશન્સ કોર્ટને હોવાથી સને-૨૦૨૧માં તે કેસ ટ્રાન્સમીટ થયેલ.
સદર કેસ જામનગરનાં એડી. એન્ડ સેશન્સ જજ વી.પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા તમામ સાહેદોની જુબાની તથા નિવેદનો તેમજ દલીલો સાંભાળી આરોપી ફારૂકભાઈને તકસીરવાન ઠરાવવાનો હુકમ કરવામાં આવેલ અને આરોપીને એક વર્ષનાં પ્રોબેશન ઉપર રૂ.25,000/- નાં જામીન તથા જાતમુચરકા રજુ કરવા હુંકમ કરવામાં આવેલ. તેમજ આરોપીઓ વિજચોરીનાં બીલની રકમની ત્રણ ગણી રકમ દંડ પેટે દિવસ-૩૦ માં ભરવાનો હુંકમ કરવામાં આવેલ છે. અને જો આરોપી દંડની રકન ન ભરે તો ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. સરકાર તરફે આ કેસમાં સરકારી વકીલ પિયુષ પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech