રાજકોટ આજીડેમ પોલીસના PIને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારની કોસ્ટ ફટકારી….જાણો સમગ્ર મામલો

  • February 18, 2023 04:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

આજે રાજકોટ આજીડેમ પોલીસના PIને ઉપલેટા કોર્ટ દ્વારા રૂપિયા દસ હજારની કોસ્ટ ફટકારવામાં આવી છે. અને જો તે આ દસ હજાર નહીં ભરે તો તેના પગારમાંથી રૂપિયા કાપાવીનો આદેશ પોલીસ કમિશનરને કરવામાં આવ્યો છે. 



સમગ્ર મામલે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ એક ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો હતો. કરવામાં આવેલા કેસમાં આરોપી રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રહેતો હતો. તેથી તેના વિરૂદ્ધ વોરન્ટ સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. આરોપીને વોરન્ટ બજવણી કરવામાં ત્રણ-ત્રણ વાર આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ રહ્યા હતા. તેટલુ જ નહીં કોર્ટને સંતોષકારક જવાબ આપવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. તેથી કોર્ટે આ મામલે ખુલાશો આપવા માટે આજીડેમ પોલીસના જવાબદાર કર્મી-અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. પરંતુ પ્રથમ મુદ્દતે કોઈપણ હાજર રહ્યા ન હતા તો કોર્ટે બીજી મુદ્દત આપી હતી અને હાજર રહેવા કહ્યુ હતુ. આમ બીજી વાર નહીં ત્રીજી વાર નહી અને આજે ચોથી મુદ્દત હતી તેમાં પણ કોઈ હાજર રહ્યા ન હતા. 


 ચેક રિટર્ન કેસમાં ઉપલેટા કોર્ટમાં ૬૪ વર્ષીય ફરિયાદી સવારે ૧૧ વાગ્યે હાજર થઈ ગયા હતા. પરંતુ આજે ચોથી મુદ્દતમાં પણ રાજકોટ આજી ડેમ પોલીસમાંથી કોણ હાજર છે ની પોકાર કરવામાં આવી હતી પરંતુ મોંઘેરા મહેમાનો તો હાજર ન હતા. ત્યાર બાદ પણ સરકારી વકીલ દ્વારા બપોરના ૩.૨૧ કલાકે પોલીસ મથકે કોલ કરવામા આવ્યો હતો. જેમાં સુરેશભાઈ ઝાપડીયાનો નંબર આપવામાં આવ્યો હતો. આ પોલીસ કર્મીને ફોન કરતા તેઓએ રસ્તામાં હોવાનું જણાવ્યું હતુ. ત્યાર બાદ ફરી સાંજે 5.50 એ ફોન કરવામાં આવ્યો હતો તો કહ્યુ કે હજુ પણ રસ્તામાં જ હતા. જેથી અંતે કોર્ટે આકરી અને દાખલા રૂપ કાર્યવાહી કરવી પડી હતી. અને આજીડેમ પીઆઈને રૂપિયા ૧૦ હજાર કોસ્ટ ઉપલેટા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળમાં જમા કરવા હુકમ થયો હતો. જો આ રકમ આપવામાં કોઈ બહાના કે આનાકાની કરી ન ભરે તો પીઆઈના પગારમાંથી રકમ કાપી લેવા પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ઉપલેટાના એડિશનલ સિવિલ ન્યાયમૂર્તિ એસ.એસ. અજમેરીએ આદેશ કર્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application