વેલેન્ટાઈન વીકમાં કપલનું ચાલું બાઈક પર રોમાન્સ, વિડીયો વાયરલ થતાં પોલીસે ઉતાર્યું પ્રેમનું ભૂત,જુઓ વિડીયો

  • February 08, 2023 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ફેબ્રુઆરી, જેને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પર, જાહેરમાં શરમ કર્યા વિના, લવ બર્ડ્સ ખુલ્લેઆમ પ્રેમનું પ્રદશર્નકરે છે.  વેલેન્ટાઈન વીકમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના અજમેરમાં એક પ્રેમી યુગલે ખુલ્લેઆમ શેરીઓમાં પોતાનો પ્રેમનું પ્રદશર્ન કર્યું છે. જ્યારે તેમનો વીડિયો વાયરલ થયો ત્યારે હોબાળો મચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ કરી પ્રેમીની ધરપકડ કરી હતી.


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં એક યુવક બાઇક ચલાવી રહ્યો છે અને તેની સામે એક યુવતી તેને બાઇકની પેટ્રોલ ટાંકી પર બેઠી છે. બંને ચાલતી બાઇક પર એકબીજાને કિસ કરી રહ્યાં છે. રાત્રિના સમયે આ કપલ બાઇક પર સવાર થઈને શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે. પ્રેમી યુગલની આ હરકતોનો કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. 



વીડિયો વાયરલ થયા બાદ અજમેર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.એડીશનલ એસપી વિકાસ સાંગવાનના આદેશ પર પોલીસ ટીમે વીડિયો ફૂટેજ અને બાઇક નંબરના આધારે કપલની શોધ શરૂ કરી હતી. બાઇક સવારની ઓળખ 24 વર્ષીય સાહિલ મેસી તરીકે થઈ છે, જે ડાંગના રહેવાસી, બોરજ ભાટી, ફોયસાગર રોડ છે. પોલીસે સાહિલ અને તેની મહિલા મિત્ર સામે જાહેરમાં અશ્લીલતા દર્શાવવા, તેમના અને અન્ય પસાર થતા લોકોના જીવને જોખમમાં મૂકવાના આરોપસર કેસ નોંધ્યો હતો. સાહિલની ધરપકડ કરી તેની બાઇક કબજે કરી હતી.
​​​​​​​

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 6 ફેબ્રુઆરીની રાત્રે યુવક અને યુવતી બંને પુષ્કરથી મિત્રની બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા માટે રીલ બનાવવાનું કહ્યું. રીલ બનાવવા માટે યુવકે યુવતીની સામે બેસીને આ સ્ટંટ કર્યો હતો. વેલેન્ટાઈન ડે આવવાનો છે એટલે વિડિયોને રોમેન્ટિક બનાવવા બંનેએ ચાલતી બાઈક પર કિસ કરવાનું શરૂ કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application