ગ્રાહકો ઇ–કાર કરતાં હાઇબ્રિડ કારને વધુ પસદં કરી રહ્યા છે: વેચાણમાં તેજી

  • October 18, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પર્યાવરણ તરફ ગ્રાહકોના વધતા ઝોક સાથે, તેમની પ્રથમ પસંદગી ઇલેકિટ્રક કાર નહીં પરંતુ હાઇબ્રિડ કાર બની રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના વાહન ડેશબોર્ડ ડેટા અનુસાર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૬૪,૦૯૭ ઈલેકિટ્રક કાર વેચાઈ છે, અને ૨,૬૬,૪૬૫ હાઈબ્રિડ કાર વેચાઈ છે. ૨૦૨૨માં વેચાયેલી ૪૧ લાખ કારમાંથી હાઇબ્રિડ કાર ૪.૪૨ ટકા હતી જે આ વર્ષે વધીને ૭.૨ ટકા થઈ ગઈ છે. માતિ સુઝુકી, ટોયોટા કિર્લેાસ્કર મોટર, હોન્ડા કાર્સ ઈન્ડિયા, લેકસસ ઈન્ડિયા જેવી કંપનીઓ દ્રારા હાઈબ્રિડ કારના વેચાણમાં વધારો થયો છે.


હાઇબ્રિડ વાહનોને ત્રણ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યા છે  માઈલ્ડ હાઇબ્રિડ, મજબૂત હાઇબ્રિડ અને પ્લગ–ઇન હાઇબ્રિડ. હાલમાં બજારમાં માઈલ્ડ હાઇબ્રિડનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ ઉધોગ નિષ્ણાતોનું માનવું છે કે જો કંપનીઓ મજબૂત હાઇબ્રિડ કેટેગરીમાં મોડલ લોન્ચ કરશે તો તેની બજાર સ્થિતિ પણ બદલાઈ જશે. એસ એન્ડ પી ગ્લોબલ ડિરેકટર પુનીત ગુાએ જણાવ્યું હતું કે, 'હાલમાં હાઇબ્રિડ વાહનોના કુલ વેચાણમાં હળવા હાઇબ્રિડનો હિસ્સો ૯૦ ટકાથી વધુ છે.


જાપાનીઝ કાર કંપનીઓ હાઇબ્રિડ મોડલ્સને જબરદસ્ત પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી સ્વદેશી ઓટોમોબાઈલ કંપનીઓને તેમાં રસ હોય તેમ લાગતું નથી. ટાટા મોટર્સના ચેરમેન એન ચંદ્રશેખરે આ વર્ષે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીની હાલમાં હાઇબ્રિડ માટે કોઈ યોજના નથી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ એમ પણ કહ્યું છે કે વર્તમાન ટેકસ સિસ્ટમ હાઈબ્રિડ વાહનો માટે યોગ્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application