પોરબંદરમાં પુરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત

  • August 30, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 પોરબંદરમાં પુરપીડિતોની મુલાકાત લઈને કોંગ્રેસના આગેવાનોએ બનતી મદદ કરી હતી.
પોરબંદરના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખડપીઠ, જુના કુંભારવાડાના નીચાણવાળા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાય ચુક્યા છે, ખડપીઠ ખાતે ગોલાઈ કોર્નર પાસે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને સ્થળ પર આવવા અંગે વિનંતી કરીને રાજુભાઈ ઓડેદરા, વિપુલભાઈ ચંદારાણા, દેવાભાઈ ચૌહાણ, ભાર્ગવ જોષી તેમજ રૂટમાં અલગ અલગ આગેવાનો ઉમેરાતા ગયા હતા. ખડપીઠ ગૌશાળા પાછળના વિસ્તારમાં એન.ડી.આર.એફ. ની બોટોને ત્યાં પહોંચાડવાની કામગીરી કરી, જ્યાં ખાડી કાઠે આવેલ જુના સ્મશાન પાસેના હયાત મકાનોની છત ઉપર પાણી ચઢી ગયા, આવા ત્રણેક પરીવારોને વહીવટી તંત્રની મદદથી આશ્રય સ્થાન ખાતે મોકલ્યા છે.ત્યાંથી નરસંગ ટેકરી, રોકડીયા હનુમાનજી મંદિર સામેના વિસ્તારોમાં ખાડીને લગોલગ, લોકો અગાસી પર પોતાના જ‚રી સામાન સાથે ચિંતાતુર હાલતમાં બેઠા હતા તેની મુલાકાત લીધી.બાજુમાં આવેલા આનંદ આશ્રમમાં લોકોને આશ્રય આપવા સંચાલકોને વિનંતી કરી,તેમ છતાં આઠેક પરીવારો પોતાનું ઘર છોડવા તૈયાર ન હોવાથી,આ અંગે પ્રાંત અધિકારી જાદવને ટેલિફોનિક રજુઆત કરી હતી કે, વાણંદ ગલીમાં જે લોકોના મકાન ડુબી ગયા હોય, એવા લોકો છત પર ખુલ્લામાં આશ્રય લઈ રહેલા હોય એને વધુ સલામત સ્થળે ખસેડવા તંત્ર એ જાતે રસ લેવા વિનંતી કરી હતી.જો કે આ સ્થળોએ તંત્રની એક ટુકડી સવારમાં રેસક્યું કરી ગઈ હતી પરંતુ ત્યારની પાણીની સ્થિતિ કરતાં અત્યારની સ્થિતીએ પાણી વધુ હોવાથી આ અંગે તંત્રને તકેદારીના પગલાં લેવા રાજુભાઈએ ટેલિફોનિક રજુઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application