ગુજરાત વિધાનસભામાં આજે સવારની બેઠકમાં પ્રશ્નોતરી દરમિયાન નકલી કચેરીના મામલે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી.છોટાઉદેપુરમાં બહાર આવેલા નકલી કચેરી કાંડમાં સરકારે લીધેલા પગલાંને મામલે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી પ્રશ્ન પૂછયો હતો તેના જવાબમાં સરકાર દ્રારા આવી કોઈ નકલીફ કચેરી ન હોવાની જણાવ્યું હતું આથી નકલી કચેરીના મામલે અકળાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાયમાં ચાલતી નકલી પ્રવૃત્તિને લઈને આકરા પ્રહારો કરતા વિધાનસભા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું.
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં છોટાઉદેપુરની નકલી કચેરીના મામલે ડો. તુષાર ચૌધરીએ પૂછયો હતો જેમાં રાય સરકારના આદિ વિકાસ વિભાગના મંત્રી કુબેર ડીંડોરે આવી કોઈ નકલી કચેરી નહીં હોવાનું જણાવી દેતા અકળાયેલા કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચાર શ કરીને ગૃહમાં હોબાળો કર્યેા હતો. સમગ્ર મામલે ગૃહમાં કોંગ્રેસે કહ્યું હતું કે મિડીયા દ્રારા આખેઆખો મામલો ઉજાગર કરવામાં આવ્યો છે. આમ છતા સરકાર આખં આડા કાન કરીને કોને બચાવવાનો પ્રયાસ કરે છે તેવો ગૃહમાં આક્ષેપ કરાયો હતો અને વિધાનસભાની અંદર ધારાસભ્યો જગયા પર ઊભા થઇને સૂત્રોચાર સતત ચાલુ રાખ્યો હતો દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સંકર ચૌધરીએ તમામ લોકોને વારંવાર વિનંતી કરી હતી કે તેમની જગ્યા પર બેસી જાય અને નામ જોગ જગ્યા પર બેસવા આદેશ કર્યા હતા આમ છતાં ગૃહમાં સતત સૂત્રોચાર ચાલુ રહ્યો હતો આખરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વોક આઉટ કયુ હતું અને સૂત્રોચાર ચાલુ રાખ્યો હતો. દરમિયાન વિધાનસભા ગૃહમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ તમામ સભ્યોને આજના દિવસ બંને બેઠકો માટે નેમ કરવામાં આવે એવી દરખાસ્ત કરી હતી.જેને ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો જાહેર કર્યેા હતો. વિધાનસભા અધ્યક્ષ દ્રારા આ તમામ સભ્યોને આજના દિવસની કામગીરી માટે સસ્પેન્ડ કરવાનું નિર્ણય જાહેર કરાતાં બંને બેઠકો માટે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્ય સસ્પેન્ડ થયા હતા.
વિધાનસભા ગૃહની બહાર કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરની નકલી કચેરી દ્રારા ગ્રાન્ટ લેવાના મામલે અસલી કચેરી ના સહીઓ વગર શકય નથી અત્યાર સુધીમાં ૨૧ કરોડ પચાસ લાખ સુધીની ગ્રાન્ટ લઈ લેવામાં આવી છે અસલીનો સાથ સહકાર હોય તો જ નકલી લાભ લઈ લીધી છે.કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલીની બોલબાલા છે નકલી ટોલનાકુ નકલી ધારાસભ્ય નકલી પીએ નકલી સી.એમ.ઓના અધિકારી, માતાજીના પ્રસાદમાં નકલી ઘી જેવા મામલે સરકાર લાજવાના બદલે ગાડી રહી છે આદિજાતિ વિકાસનું બજેટ આદિવાસીઓ વચ્ચે વાપરવાના બદલે ઘર ભેગો કરવામાં આવી રહ્યા નો આક્ષેપ અમે ચાવડાએ કર્યેા હતો ૨૦૧૭થી કાર્યરત આ કચેરી કરોડો પિયાનું કૌભાંડ આ કયુ છે અને સરકાર આ મામલે બે પાંચ લોકોની ધરપકડ કરીને સંતોષ માની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech