ઘેડ પંથકમાં થયેલ નુકશાનની સહાય ચુકવવા કોંગ્રેસે કરી માંગ

  • September 05, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના કુતિયાણાના ઘેડ પંથકમાં પુરના પાણીને લીધે પાકને ખુબ મોટુ નુકશાન થયુ છે તો જમીનનું પણ ધોવાણ થતા ધરતીપુત્રોને સહન કરી શકાય નહી તેવી નુકશાની થઇ છે તેમ જણાવીને કોંગ્રેસના આગેવાનો દ્વારા કુતિયાણાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
હાલમાં થયેલ અતિવૃષ્ટિથી કુતિયાણા તાલુકાના તમામ ગામોમાં વાવેતર અને મૌસમી પાક પાણીમાં તણાઈ જવાથી નિષ્ફળ ગયા છે, જેવા કે મગફળી, તલ, કપાસ, સોયાબીન જેવા તમામ પાકો નિષ્ફળ ગયેલા છે. ભાદર નદી અને ઓઝત નદીના ધોધમાર પાણી વહેણના કારણે ખેતરો તેમજ ઘેડ વિસ્તારમાં પારાવાર નુકસાન થયેલ છે, તેમજ અહીંના તમામ વિસ્તારમાં જાનમાલનું નુકશાન થયેલ હોવાથી, તાત્કાલિક સહાય ચૂકવવા તેમજ ધારાધોરણ મુજબ કેસડોલ્શ ચુકવણી કરવા જેવી બાબતોનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તા, આગેવાન અને સમર્થકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.  કસ્ટમ ચોક, કુતિયાણાથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વ‚પે અને સૂત્રોચારો સાથે નીકળેલ ખેડૂતોનું નેતૃત્વ પ્રદેશમાંથી આવેલ પાલભાઈ અને રાજુભાઈ ઓડેદરાએ સંભાળ્યું હતું, સૂત્રચાર ભાર્ગવ જોશીએ અને વિશેષ ઉપસ્થિતિ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા સામેલ રહ્યા હતા.
પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, કિસાન સેલ પ્રમુખ પાલભાઇ આંબલીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, પીઢ આગેવાન અને કોંગ્રેસ શિસ્ત સમિતિના નારણભાઇ પીઠાભાઇ ચાચીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી (એસ.સી સેલ) રામભાઈ મા‚, તાલુકા કોંગ્રેસ સમિતિ કુતિયાણાના પ્રમુખ અરજણભાઈ સોલંકી, તાલુકા પંચાયતના ઉપનેતા હરદાસભાઈ દાસા, આગેવાન ભીમાભાઇ મોડેદરા, દુષ્યંત જાડેજા કુતિયાણાના શહેર અધ્યક્ષ, દેવાભાઇ ઓડેદરા, દિવ્યેશ કડછા, નારણભાઈ ભાટુ, રાણાવાવ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મીલન સોની તેમજ પોરબંદર જિલ્લાના કુતિયાણા, રાણાવાવ તેમજ પોરબંદર તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર ઓફીસે મામલતદાર સુમેરાને આવેદન આપતાં પાલભાઈ અને રાજુભાઈએ ધારદાર રજૂઆત કરી અને ખેડૂતોને થયેલ પાક નુકશાન અને જમીન ધોવાણ અંગે વ્યાજબી આર્થિક વળતર આપવા માંગ કરી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કીશાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પોરબંદર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, સેવાદળના અશ્ર્વિનભાઈ મોતીવરસ, પ્રવકતા ભાર્ગવ જોષી, ઉપલેટાના ખેડૂત આગેવાન ડાયાભાઇ ગજેરા, લખમણભાઈ પાનેરા, ખેડૂત આગેવાન રામભાઈ જાકર ભાઈ ભૂતિયા, દિલીપ ગોઢાણીયા, જયેશ ઓડેદરા, વજુભાઈ પુનાણી, દેવાભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં નામી અનામી ખેડૂત ભાઈઓ સામેલ રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application