રાજકોટ પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી સૂચના રાય શિક્ષણમંત્રીએ આપી છે. રાયમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાય સરકાર શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કર્યેા છે. આ પરિપત્રને લઇ રાયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.કોઈ પણ શાળા બાળકોને તેમના દ્રારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબૂર કરી શકશે નહિ, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને તેના માતાપિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજાં પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય (અનુ. ૧૧મા પાને)ચોક્કસ સ્વેટર (છેલ્લા પાનાનું ચાલુ) શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ.જો કોઈ શાળા તેમના દ્રારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે. આ બાબતને લઇ કોંગ્રેસના વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતનુ નિવેદન સામે આવ્યુ હતુ કે શિક્ષણવિભાગે પરિપત્ર તો જાહેર કર્યેા પરંતુ તેમનુ અમલીકરણ થવુ ખુબ આવશ્યક છે કારણ કે આવા પરિપત્રો દરવર્ષે થાય છે છતા અનેક શાળાઓ પોતાના સ્કૂલ ડ્રેસને અનુકુળ આવે તેવા નિર્ધારિત સ્વેટર પહેરવા અને કોઇ ચોક્કસ પ્રકારના સ્ટોર કે એજન્સીઓ પરથી જ લેવા સૂચનાઓ આપે છે.અમારી ટીમે ગયા વર્ષે પણ આ બાબતને લઇ લડાઈ કરી હતી અને બાદમા સરકારે બોધ લઇ સમગ્ર રાયની શાળાઓને કડક અમલવારીને લઇ સૂચનાઓ આપી હતી. આ વર્ષે હજુ શિયાળાની શઆત થઈ છે ત્યા આ બાબત પર અમે વાલીઓને જાગૃત કરવા અને વિધાર્થીઓના હિત ઇચ્છી અગાવથી જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરી ખાનગી શાળાઓની ગરમવક્રોને લઇ મનમાની બધં કરાવવા સજાગ થયા છે.આ વર્ષે પણ અમુક નામાંકિત શાળાઓએ નિર્ધારિત સ્વેટર વિધાર્થીઓને પહેરવા સૂચનો આપવા લાગ્યા છે ત્યારે અમાં સ્ટેન્ડ કલીઅર છે કે વિધાર્થીઓને કોઈ આ અંગે દબાણ કરશે તો અમે નહીં ચલાવી લઈએ. અમે વિધાર્થીઓને અને વાલીઓને મીડિયાના માધ્યમથી અપીલ કરીયે છે કે શિયાળાની ઋતુમા ગરમવક્રો તમારી મનપસંદગીના પહેરજો અને જો કોઇ શાળા આ બાબતે દબાણ કરે તો અમને જાણ કરશો અમે વિધાર્થીઓને વ્હારે આવીશુ અને આવી શાળાઓ પર હલ્લાબોલ કરીશુ. તેઓએ રાજકોટના વાલીઓ માટે હેલ્પલાઈન નંબર મો.૭૦૧૬૮૩૭૬૫૨ જાહેર કર્યા હતા અને આવા કિસ્સાઓની ફરિયાદ હોય જણાવવા વાલીઓને અપીલ કરી હતી. ભૂતકાળમા શિયાળાની કડકડતી ઠંડીને લીધે ઠંડીના અપુરતા રક્ષણના કારણે અનેક કિસ્સાઓમા સ્કૂલોના નાના બાળકોને મોત પણ થયા છે ત્યારે સરકારનો આ પરિપત્ર સરાહનીય છે. વધુમા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ કે અમારે ધ્યાને આવ્યુ છે કે શાળાઓ અને સ્વેટર વહેચનારી એજન્સીઓની સાટગાંઠ હોય અને બજારમા .૩૦૦ મા મળના જેકેટ એજન્સી .૭૦૦ થી ૧૨૦૦ વિધાર્થીઓને આપે છે જેમા સ્કૂલોનુ મોટુ કમિશન હોય છે અને વધુમા સ્વેટરનુ કવોલિટી વિધાર્થીઓને ઠંડીથી પુરતુ રક્ષણ આપનારી નથી હોતી ! સ્કૂલો પોતાના કમિશનના સ્વાર્થ માટે વિધાર્થીઓને ઠંડીમા ઠૂઠરાવે તે અટકાવવુ એ અમારી ફરજ છે. જીલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે પોતાની કક્ષાએથી મીડિયાના માધ્યમથી વાલીઓને અપીલ કરી હેલ્પાઈન નંબર જાહેર કરવા જોઈએ જેથી કોઈ સ્કૂલ આ અંગે મનમાની ના કરી શકે
કોંગ્રેસ દ્રારા જાહેર કરાયેલા હેલ્પ લાઈન નંબર
રાજકોટના વાલીઓ માટે કોંગ્રેસ દ્રારા હેલ્પ લાઈન નંબર મો.૭૦૧૬૮૩૭૬૫૨ જાહેર કર્યા છે, અને આવા કિસ્સાઓની ફરિયાદ હોય તો જણાવવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech