ગુજરાતમાં કોંગ્રેસ અને આપના સાત ધારાસભ્યો લોકસભાની ચૂંટણી હાર્યા

  • June 05, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં આઠ વર્તમાન ધારાસભ્યને ઉતાર્યા હતાં તે પૈકી માત્ર ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. બાકીના સાત ધારાસભ્યો ચૂંટણી હાર્યા હતાં. જેમા અમિત ચાવડા, તુષાર ચૌધરી, ઉમેશ મકવાણા, ગુલાબસિંહ ચૌહાણ અને ચૈતર વસાવા હાર્યા છે. એકમાત્ર ગેનીબેન ઠાકોર જીત મેળવીને રગં રાખયો છે. વર્તમાન રાજકીય પરિસ્થિતીને જોતાં ગેનીબેન ઠાકોર એક માત્ર વિજેતા ઉમેદવારો છે પરંતુ તે ચૂંટણી લડવા તૈયાર ન હતા. અમિત ચાવડાએ ધારાસભ્યોને ચૂંટણી લડાવવા નક્કી કર્યુ જેમા ગુલાબસિંહ ચૌહાણ, હિંમતસિંહ તુષાર ચૌધરી, આપ દવારા ઉમેશ મકવાણા અને ધારાસભ્ય ચૈત૨ વસાવા ચૂંટણી હાર્યા હતાં. આમ છેલ્લે કોંગ્રેસના અને આપના મળી કુલ સાત ધારાસભ્યો ચૂંટણી હારી ચૂકયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application