કોંગ્રેસ સેવા દળ દ્વારા રાણાવાવ થી બિલેશ્ર્વર સુધીની પદયાત્રા યોજાઈ

  • September 03, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર કોંગ્રેસ ના સેવાદળ દ્વારા રાણાવાવ થી બિલેશ્ર્વર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં આવાસ યોજનાની લાભાર્થી ૧૨૧ બહેનોને લાભથી વંચિત રાખવામાં આવ્યો હોવાથી આ ન્યાય યાત્રા યોજાઇ હોવાનું જણાવ્યું હતું.
પોરબંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોને આવાસ આપવાના હેતુસર ૫૦૦૦/- ‚પિયાની ફી ભરવાની હતી, જે ૧૨૧ ગરીબ બહેનોએ ભરેલ પણ હતી, પરંતુ પાછળથી આ નિયમમાં ફીની રકમ ૫૦૦૦ ને બદલે ૫૦,૦૦૦ ની થઈ આવતા, આ ૧૨૧ બહેનો આવાસના લાભથી વંચિત રહી જવાથી કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ આગળ આવીને મદદ‚પ થતાં, ઉક્ત બહેનોની ઘટતી ૪૫,૦૦૦ ની રકમ સમાજ કલ્યાણ વિભાગ ભરશે એવું વૈકલ્પિક આયોજન નીકળી આવ્યું હતું.આમ આ બધું આઠ વર્ષથી અવિરત ચાલવા છતાં જે ૧૨૧ બહેનોને પી.એમ. આવાસ યોજનાનો લાભ હજુ સુધી મળ્યો નથી, એને ધ્યાને રાખીને કોંગ્રેસના ઘટક સેવાદળ દ્વારા રાણાવાવ માતા આશાપુરા મંદીરથી બિલેશ્ર્વર બિલનાથ મંદિર સુધીની એક પદયાત્રા નું આયોજન  કરવામાં આવ્યું હતુ, સત્તાધિશો, તંત્ર, વિભાગો કે નેતાઓ જ્યારે ન્યાય અપાવી ન શકે ત્યારે ન્યાય માંગવા માટે પદયાત્રા કરવી પડે તો એ બંધારણીય છે.
આથી રાણાવાવથી બિલેશ્ર્વર સુધીની આસ્થિક પદયાત્રાનું સેવાદળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. રાણાવાવથી યાત્રાને રવાના કરવાનું શ્રેય રાણાવાવ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મીલન સોનીના નેતૃત્વમાં પ્રદેશ અગ્રણી રામભાઇ મા‚ં, જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, કોંગ્રેસ કિસાન સેલના આગેવાન પ્રતાપભાઈ ખિસ્તરીયા, સીનિયર આગેવાન દિલીપભાઈ ગોઢાણીયા, પ્રવકતા ભાર્ગવ જોષી, યુવા કોંગ્રેસના અગ્રણી અજયભાઈ મોઢા સહિતના આગેવાનોએ યાત્રાને રાણાવાવથી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાનું નેતૃત્વ શહેર સેવાદળ પ્રમુખ અશ્ર્વિનભાઈ મોતીવરસે કર્યું હતુ, તેમજ યાત્રામાં આવાસથી વંચિત બહેનો, આસ્થાળું ભક્તો, કાર્યકર્તાઓ તેમજ લાભાર્થીઓ જોડાયા હતા. ઉપસ્થિત કાર્યક્રમમાં સીનિયર આગેવાન પ્રતાપભાઈ કેશવાલા, રાણાવાવ સુરેશભાઈ મકવાણા, કાનભાઈ ખીજડળ, નેભાભાઈ, સંદીપભાઈ સોલંકી, રાજુભાઈ બથવાર, અશ્ર્વિનભાઈ મોતીવરસ, રાજુભાઈ ઓડેદરા, દેવાભાઈ ચૌહાણ, હરદાસભાઈ દાસા, મિલનભાઈ સોની, પ્રતાપભાઈ ખિસ્તરીયા, અજયભાઈ મોઢા, દિલીપભાઈ ગોઢાણીયા અને પ્રવકતા ભાર્ગવભાઈ જોષી યાત્રામાં જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application