ધ્રોલની યુવતિને લેખિતમાં ત્રણ વાર તલાક આપી દેતા પતિ સામે ફરીયાદ

  • September 06, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો: પત્ની હોવાનો ઇન્કાર કરતા ચકચાર : પોલીસ દ્વારા કરાતી તપાસ

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ત્રિપલ તલાક અંગેનો પ્રથમ ગુનો દાખલ થયો છે. મેમણ જ્ઞાતિની એક પણિતાને તેણીના જુનાગઢ ખાતે રહેતા પતિએ લેખિતમાં ત્રણ વખત તલાક આપી દીધા પછી મહિલા દ્વારા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્ન હકોના રક્ષણ) બાબત અધિનિયમની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા ધ્રોલ પંથકમાં ચકચાર જાગી છે.
ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતી હીનાબેન યુસુફભાઈ પોપટપૌત્રા નામની ૨૬ વર્ષની યુવતિએ પોતાના પતિ જુનાગઢમાં જાલપા રોડ ખાતે રહેતા કુદુસભાઈ મામદભાઈ ખાણીયા સામે મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હક્કોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ની કલમ ૩ મુજબની ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી હિનાબેનને તેણીના પતિ આરોપીએ લેખિતમાં ત્રણ તલાકની ઘોષણા કરીને પોતાની પત્ની હોવાનો ઇનકાર કર્યો હોવાથી તેની સામે આ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા વધુ તપાસ ચલાવે છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગર જીલ્લામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે, આ અધિનિયમ આવ્યા બાદ સંભવત જામનગરમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે, ઉપરોકત ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application