દ્વારકા ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહની પુર્ણાહૂતિ

  • August 14, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી સંખ્યામાં શ્રોતાઓની ઉપસ્થિતિમાં ભકિતરસના ગીતોથી કથામંડપ ગુંજી ઉઠયું

ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતમના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના સાંનિધ્યમાં શહેરના શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી ચાલી રહૈલી દિવ્ય ભાગવત સપ્તાહની આજે પુર્ણાદુતિ થયેલ છે.
સપ્તાહના અંતિમ દિવસે વ્યાસપીઠ પરથી પૂ,ભાઈશ્રીએ જણાવેલ કે સપ્તાહનું નિત્ય લાઈવ પ્રસારણ સંસ્કાર ચેનલ તથા યુટયુબ પર સાંદીપની ટીવી ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું. જેના માધ્યમથી કરોડો શ્રોતાઓએ ઓનલાઈન ભાગવત સપ્તાહ નિહાળેલ. દ્વારકા નગરી પર લખાયેલા સોનાના હિંડોળે દુવારકામાં દીવા બળે’ એ ગીતથી કથામંડળ ગુંજી ઉઠયો હતો અને શ્રોતાઓ ભકિતરસથી તરબોળ થઈ ગયા હતા. ભાગવત સપ્તાહના વિશાળ સમિયાણામાં શ્રોતાઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા ઉપરાંત કથાના સમાપન બાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. જેનો બહોળી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો.
ભાગવત સપ્તાહના મનોરથી નિર્મળાબેન હર્ષદભાઈ ધનાણી પરિવાર (પુના) કસ્તુરબેન કરસનભાઈ જાદવ પરિવાર (પુના), સુષ્માબેન મનોરભાઈ મહેતા પરિવાર (અમેરિકા) ના યજમાનપદે સમગ્ર ભાગવત સપ્તાહનું આયોજન થયેલ.
**
દ્વારકામાં પૂ. રમેશભાઇ અને જીગ્નેશદાદાનું મિલન
દ્વારકામાં ભાગવત કથામાં પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇજી) કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાએ પણ કથાનો લાભ લીધો હતો અને પૂ. ભાઇજીનું સન્માન કર્યું હતું, પૂ. ભાઇજીએ પણ જીગ્નેશ દાદાનું સન્માન કર્યું હતું, આમ બન્ને વિધ્વાન કથાકારોનો દ્વારકામાં મિલન થયું હતું, ચાર-પાંચ દિવસ પહેલા પૂ. મોરારી બાપુએ અને પૂ. રમશેભાઇ ઓઝાનું મિલન થયું હતું, આમ ધર્મમય દ્વારકાનગરીમાં સંતો, મહંતો એકઠા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application