સાત રસ્તા નજીક ઓવરબ્રિજ નીચે લગાવેલા રૂપિયા બે લાખની કિંમતના હાઈ ટેન્શન ટ્રેન્ડ કેબલની ચોરીની ફરિયાદ

  • June 15, 2024 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીકનું ફ્લાય ઓવર બ્રિજ નુ કામ ચાલી રહ્યું છે, જે બ્રિજની નીચે લગાવેલા અંદાજે રૂપિયા બે લાખ ની કિંમત ના હાઈ ટેન્શન સ્ટ્રેન્ડ કેબલની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવાઇ છે.


જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે, જ્યાં અમદાવાદની ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર હસ્તક સંતોષી માતાજીના મંદિર તરફના બ્રિજ ના સ્લેબના ભાગે હાઈટેન્શન વાયર લગાવેલા હતા, જે પૈકી અંદાજે ૨૫ મીટર લંબાઈના ૭૦ નંગ કેબલ કે જેની કુલ લંબાઈ ૧૮૨૦ મીટર થાય છે, અને તેની  અંદાજે કિંમત બે લાખ રૂપિયા થવા જાય છે. જેની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

જે બનાવ અંગે કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર હર્ષદભાઈ મહેન્દ્રભાઈ પટેલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એચ. એ. પીપળીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News