હાથીખાનામાં દુકાન ધરાવનાર વેપારીના રૂા.૧૨ લાખ મિત્ર ઓળવી જતાં ફરિયાદ

  • January 03, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર રહેતા અને હાથીખાના વિસ્તારમાં કોમ્પ્યુટર લે વેચ અને રીપેરીંગની દુકાન ધરાવનાર વેપારીએ પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોના–ચાંદીનો શો મ ધરાવનાર તેના મિત્રએ .૧૨ લાખ ઉછીના આપ્યા હતા. બાદમાં આ રકમ પરત ન ચૂકવી અને ઘરના તાળા મારી તે કયાંક જતો રહ્યો હોય વેપારીએ વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.
વિશ્ર્વાસઘાતના આ બનાવ અંગે પરાગભાઈ દીનેશભાઈ સંચાણીયા(ઉ.વ. ૪૩ રહે. એવરેસ્ટ પાર્ક શેરી ન– ૦૮ મેક ડોન્સલ્સ તેમજ જડુસ હોટલ પાસે, કાલાવડ રોડ રાજકોટ) એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રહલાદ પ્લોટ શેરી નં.૪૨ કબુતરા ચોક પાસે રહેતા દિવ્યેશ દીનેશચદ્રં આડેસરાનું નામ આપ્યું છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હત્પં હાથીખાના શ્રી, કોમ્પેલેક્ષમાં દુકાન નં.૪૦૨ મા કોમ્પ્યુટરના પાર્ટ તેમજ કોમ્પ્યુટર કીન તથા લેપટોપ વગેરેનું વેચાણ તેમજ રીપેરીંગનું કામ કાજ ક છું. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આજથી ચાર પાંચ વર્ષ પહેલા મારે મારા મીત્ર ભાસ્કરભાઈ રાણપરા મારફત દીવ્યેશ દીનેશચદ્રં આડેસરા કે જેઓને સોના–ચાંદીનો શો મ છે. તેઓના સાથે મારે સંપર્ક થયો હતો. અને તેઓ અવારનવાર અમારી દુકાને આવતા હતા. અને પોતાના સોના–ચાંદીના શો મ માટે અમારી દુકાનેથી કોમ્પ્યુટરની સ્કીન તેમજ લેપટોપની ખરીદ કરવા આવતા હોય જેથી અમો બન્ને જણઓ વચ્ચે મીત્રતા થયેલ હતી. અને મારે કયારેક પૈસાની જરીયાત હોય તો હત્પં આ દીવ્યેશભાઈ પાસેથી પૈસા ઉછીના લેતો હતો અને તેઓ ને કયારેક પૈસાની જરીયાત હોય જેથી હત્પ પણ તેઓને ઉછીના પૈસા આપતો હતો અને તેઓ મને સમયસર પૈસા પરત આપી દેતા હતા. ગઇ તા. ૦૧૦૮૨૦૨૨ ના રોજ આ દિવ્યેશ આડેસરસ મારી દુકાને આવેલા અને મને જણાવેલ કે હમણા મારે સોના યાદીના ધંધામાં જરીયાત હોય અને ધંધા માટે મારે  ૧૨ લાખ પીયાની જરીયાત છે. અને હત્પં તમને એકાદ મહીનામાં તમારા પીયા તમને પરત ચુકવી આપીશ તેમ મને વાત કરતા મેં આ દીવ્યેશભાઈ દીનેશચદ્રં આડેસરાને ગઈ તા. ૦૨૦૮ર૦રર ના રોજ આર ટી જી એસથી . ૧૨ લાખ તેઓના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હતા. અને ત્યાર બાદ છ સાત મહીના પછી મેં આ દીવ્યેશ આડેસરા પાસે મેં આપેલ  ૧૨ લાખની માંગણી કરતા તેણે થોડા દીવસમા પીયા આપુ છું તેમ જણાવીને આજદીન સુધી ખોટી ખોટી મુદત આપતા હતા. અને ત્યાર બાદ તેઓના ઘરે જઈ તપાસ કરતા આ દીવ્યેશ પોતે ઘરે તાળા મારીને કયાંક જતો રહ્યો હોવાનું માલુમ પડયું હતું. અને તે કયાય મળેલ નહી જેથી વેપારીએ પોતાની સાથે મિત્રએ .૧૨ લાખની રકમ લઇ વિશ્ર્વાસઘાત કર્યા અંગે આ ફરિયાદ નોંધાવી છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application