સમાજ વાડીની બાજુમાં પ્લોટમાં રમતા છોકરાઓ પર પથ્થરના ઘા કર્યા...
ભાણવડમાં આવેલી પટેલ સમાજની વાડીની સામેની સાઈડમાં રહેણાંક મકાન ધરાવતા ધીરજલાલ તુલસીદાસભાઈ પરમાર દ્વારા પટેલ સમાજમાં યોજાતા સામાજિક પ્રસંગો દરમિયાન આવતા મહેમાનો તેમજ બહેનોની હાજરીમાં અવારનવાર ખૂબ જ ખરાબ વર્તન કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદ જ્ઞાતિની સમાજની વાડીના પ્રમુખ દિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી (ઉ.વ. 48, રહે. શિવમ પાર્ક ભાણવડ) દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આટલું જ નહીં, ઉપરોક્ત શખ્સ દ્વારા સામાજિક પ્રસંગમાં વિક્ષેપ કરવા સાથે સમાજ વાડીના સી.સી. ટી.વી. કેમેરામાં પથ્થરના ઘા મારીને સમાજ વાડીના દરવાજાને પગ વાટે માર મારી, નુકસાની કર્યાની તેમજ સાર્વજનિક પ્લોટના દરવાજામાં પથ્થર મારી પ્લોટમાં નુકસાની કરવા તેમજ આ પ્રકરણના સાહેદો સાથે અશોભનીય શબ્દ પ્રયોગ ઉચ્ચારીને ડખ્ખો કરવામાં આવતો હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સાથેની અન્ય એક ફરિયાદ ઉમિયાજી પાર્ક વિસ્તારમાં રહેતા હરેશભાઈ કાંતિલાલ સુતરીયા નામના 48 વર્ષના વેપારી યુવાન દ્વારા ધીરજલાલ પરમાર સામે કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી હરેશભાઈ તેમજ અન્ય આસામીના બાળકો સમાજ વાડીની બાજુમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં રમતા હતા, તે દરમિયાન આરોપી ધીરજલાલે ત્યાં આવીને છોકરાઓ સાથે ખરાબ વર્તન કરી, ડરાવીને પથ્થરને છુટા ઘા કરી, છોકરાઓને ત્યાંથી રમતા ભગાડી દીધા હતા. આ ઉપરાંત સાર્વજનિક પ્લોટના દરવાજામાં પથ્થર મારી અને પ્લોટમાં નુકસાની પણ કરી હતી.
ઉપરોક્ત બંને બનાવ સંદર્ભે ભાણવડ પોલીસે આરોપી ધીરજલાલ તુલસીદાસ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.એન. ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech