ખીરસરાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ શખ્સો સામે ફરિયાદ

  • May 20, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અવડાભાઈ રાજાભાઈ ઉર્ફે પોલાભાઈ ઓડેદરા નામના ૩૩ વર્ષના મેર યુવાનને સૂર્યવદર ગામના પાટીયા પાસે એક્સ.યુ.વી. મોટરકારમાં આવેલા સુરત ખાતે રહેતા ચીમનભાઈ ડુંગરભાઈ સાવલિયા, નિમિશભાઈ ચીમનભાઈ સાવલિયા, લાલાભાઈ કાંટાવાળા તથા મોન્ટુ અને કપિલભાઈ રાજકોટવાળા ઉપરાંત એક્સ.યુ.વી. કારના ચાલક સહિતના છ શખ્સોએ અટકાવી, ગેરકાયદેસર મંડળી રચી અને બિભત્સ ગાળો કાઢ્યાની તથા ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી આવડાભાઈ ઓડેદરાના સંબંધથી પરબતભાઈ મોઢવાડિયાએ આરોપી ચીમનભાઈ સાવલિયાને રૂપિયા ૧૨ લાખ ઉછીના આપેલ હોય, અને આ બાબતે ફરિયાદી આવડાભાઈ વચ્ચે હોવાથી આરોપી ચીમનભાઈએ રૂપિયાના બદલામાં આપેલો ચેક બેંકમાં નાખતા આ ચેક રિટર્ન થયો હતો અને આના અનુસંધાને આરોપી ચીમનભાઈ સાવલિયા સામે કોર્ટમાં નેગોસિબલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાબતનું મન દુ:ખ રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે તમામ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭ તથા ૧૪૮ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application