કોમર્શિયલ એલપીજી સિલિન્ડર થયો સસ્તો, કિમતમાં થયો આટલો ઘટાડો

  • May 01, 2023 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ કપાત બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1856.50 રૂપિયા થઈ ગઈ છે.


છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળી હતી. તાજેતરમાં, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિલિન્ડર 2,028 રૂપિયામાં ઉપલબ્ધ હતા. જોકે, તે પછી પણ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.



દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. પેટ્રોલિયમ અને ઓઈલ કંપનીઓએ આ વર્ષે માર્ચમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટ અને ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કર્યો હતો.


આ વર્ષે 1 જાન્યુઆરીમાં પણ કોમર્શિયલ સિલિન્ડરમાં પ્રતિ યુનિટ 25 રૂપિયાનો વધારો થયો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં છેલ્લે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રતિ યુનિટ રૂ. 91.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો.


1 ઓગસ્ટ 2022ના રોજ પણ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો થયો હતો. બીજી તરફ 6 જુલાઈએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં યુનિટ દીઠ 8.5નો ઘટાડો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application