રાજકોટમાં ગઈકાલે સહકાર મેઇન રોડ પર ત્રિશુલ ચોક પાસે બેકાબુ કારે વોકિંગમાં નીકળેલા પ્રૌઢને હડફેટે લઈ તેમનું મોત નિપજાવ્યું હતું અને બે વિધાર્થીઓને ઈજા પહોંચી હતી. ત્યારે રાજકોટમાં સતત બીજા દિવસે જીવલેણ અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ઢેબર રોડ પર આવેલા એસ.ટી બસ પોર્ટમાં બે બસ વચ્ચે આવી જતા ભીંસાઇ જવાથી ગોંડલના ગુંદાળાના વતની કોલેજીયન યુવાનનું કમકમાટીભયુ મોત થયું હતું. બનાવના પગલે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના સુમારે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર જુનાગઢ–રાજકોટ અને પાલીતાણા–રાજકોટ ટની બસ અહીં બસ સ્ટેન્ડમાં એન્ટર થઈ રહી હતી ત્યારે અહીં એક વિધાર્થી આ બે બસની વચ્ચે આવી જતા ચેપાઈ જવાથી આ વિધાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. બનાવવાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનારનું નામ બ્રિજેશ સોહિલભાઇ સોલંકી(ઉ.વ ૨૧) હોવાનું અને તે ગોંડલના ગુંદાળા ગામનો વતની હોવાનું માલુમ પડું છે.યુવાન અહીં રાજકોટમાં હેમુ ગઢવી હોલ પાસે આવેલી કોલેજમાં અભ્યાસ કરતો હતો.
આજરોજ યુવાન ગુંદાળા ગામે રહેતા મિત્ર ધવલ સાથે દ્રારકા જવા માટે નિકળ્યો હતો.બંને રાજકોટ આવ્યા હતાં.રાજકોટ આવ્યો હતો અને અહીંથી દ્રારકા જવાનો હતો.દ્રારકા જવાની બસને હજુ વાર હોય તે બહાર નિકળ્યો હતો ત્યારે અહીં બે બસ વચ્ચે ફસાઇ જતા તેનું કણ મોત થયું હતું.મૃતક બે ભાઇના પરિવારમાં નાનો હતો તેના પિતા યાર્ડમાં મજુરીકામ કરે છે.બનાવ અંગે યુવાનના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ આઘાતમાં સરી પડયા હતાં. સવારના સુમારે એસટી બસ પોર્ટમાં બનેલી અકસ્માતની આ કણ ઘટનાના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં બસ ચાલકની બેદરકારી છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કર્યા બાદ ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરશે
ફોટોગ્રાફર મિત્ર સાથે યુવાન દ્રારકા ફોટોગ્રાફી કરવા જતો હતો
આજરોજ સવારના સુમારે એસ.ટી બસ પોર્ટ પર બનેલી અકસ્માતની ઘટનામાં ગોંડલના ગુંદાળા ગામે રહેતા બ્રિજેશ સોલંકી નામના કોલેજીયનનું યુવાનનું મોત થયું હતું.આ યુવાન ગુંદાળામાં રહેતા મિત્ર ધવલ સાથે અહીં આવ્યો હતો.ધવલ ફોટોગ્રાફીનું કામ કરતો હોય બંને મિત્રો દ્રારકા ફોટોગ્રાફી કરવા જવા માટે નિકળ્યા હતાં.દરમિયાન આ કણ ઘટના બની હતી
રાજકોટ એસ.ટી.બસ પોર્ટમાં જોખમી મુસાફરી એક માસમાં અકસ્માતથી મોતનો બીજો બનાવ
રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર નવનિર્મિત એસટી બસ પોર્ટ ખાતે છેલ્લા એક મહિનામાં અકસ્માતથી મુસાફરનું મોત નિપયાનો બીજો બનાવ બન્યો છે, નવા બસપોર્ટમાં બસ મુવમેન્ટ માટેની જગ્યા અગાઉ એની તુલનાએ ઓછી છે તેમજ એન્ટ્રી અને એકિઝટ ગેઇટની જગ્યા પણ સાંકડી હોય અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સામાન્ય અકસ્માતોની તો કોઈ નોંધ પણ લેતું નથી પરંતુ યારે બસ પોર્ટના સંકુલમાં સર્જાતા અકસ્માતોથી કોઇ મુસાફરનું મોત નીચે ત્યારે જ હકીકત બહાર આવે છે.
મોત બોલાવતું હોય તેમ યુવાન બહાર લટાર મારવા નીકળ્યો અને કાળ ભેટયો
મૃતક યુવાન બ્રીજેશના મિત્ર ધવલે જણાવ્યું હતું કે, ગોંડલથી રાજકોટ આવ્યા બાદ અહીંથી દ્રારકા જવાનું હોય પણ દ્રારકા જવાની બસને ઉપડવામાં હજુ વાર હોવાથી બ્રિજેશ બસ સ્ટેન્ડ બહાર લટાર મારવા નિકળ્યો હતો.ત્યારે અહીં બસ પોર્ટના ગેઇટ પાસે ચારથી પાંચ બસ ભેગી થઇ હોય ટ્રાફિક થઇ ગયો હોય જેથી યુવાન બે બસ વચ્ચેથી નિકળવા જતા યુવાન મોતને ભેટયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech