લોકસભાની આગામી ચૂંટણીની જાહેરાત સંદર્ભે ગઈકાલે મોડી રાત સુધી સરકારી કચેરીઓમાં કામગીરીનો ધમધમાટ રહ્યા પછી આજે સવારથી ફરી મીટીંગોનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. નવી કલેકટર કચેરીમાં વાહનોના પાકિગ માટે વિશાળ ગ્રાઉન્ડ હોવા છતાં આજે તે ટૂંકું પડું હતું.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને આજે સૌ પ્રથમ ફરિયાદ સંકલન સમિતિની બેઠક મળી હતી અને ત્યાર પછી રાજકોટ શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા માટે અલગથી બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને કેવી રીતે વ્યવસ્થા ગોઠવવી તેની ચર્ચા કલેકટરે ટોચના પોલીસ અધિકારીઓ સાથે કરી હતી.
બપોરના આ બંને મીટીંગો પૂરી થયા પછી તાત્કાલિક ચુંટણી શાખા ના ટોચના અધિકારીઓ સાથે કલેકટરે મીટીંગ યોજી હતી અને તેમાં મતદાન મથક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક વધુ અને ઓછા મતદાનની ટકાવારી ધરાવતા બુથ મતદાન જાગૃતિ અભિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો મત ગણતરીના સંભવિત સ્થળો સહિતના તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ચૂંટણી માટે ૧૨૦૦૦ જેટલા સ્ટાફની ડેટા એન્ટ્રી કરવામાં આવી છે આ તમામનું ફસ્ર્ટ રેન્ડમાઇઝેશન સોમવારે કરવાનો નિર્ણય કરાયો છે.
કલેકટર તંત્રમાં લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને છેલ્લા દોઢ–બે મહિનાથી ભારે તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેટીક ટીમ એકસપેન્ડિચર ટીમ વિડિયો વયુઈગ ટીમ સહિતની મોટાભાગની ટીમ ની રચના થઈ ગઈ છે. મતદાન મથકોથી માંડીને મોટાભાગની કામગીરી પણ ફાઈનલ થઈ ગઈ છે. હવે સોમવારે સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા પછી તાલીમના તબક્કાઓ શ કરવામાં આવશે. કલેકટરનું સમગ્ર તત્રં અત્યારે તો ઇલેકશન મોડ માં આવી ગયું છે. આચાર સંહિતા લાગુ થતા ની સાથે જ સાંજથી ધડાધડ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લામાં અને શહેરમાં પદાધિકારીઓને ગાડી બંગલાની અપાયેલી સવલતો પાછી ખેંચવામાં આવશે. હથિયારવાળા પરવાનાઓ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાની સૂચનાઓ પણ આજે જ બહાર પાડી દેવાશે. ચૂંટણી વખતે અટકચાળા કરવા ટેવાયેલા તત્વો નું લિસ્ટ બનાવીને તેની સામે કાર્યવાહીની સૂચના પણ પોલીસ તંત્રને આપી દેવાય છે.રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ચુંટણી સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
રાજકોટ જિલ્લામાં મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાય, તે માટે આ બેઠકમાં આદર્શ આચારસંહિતા અંગે ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.જેમાં મતદાન કેન્દ્રો, સભા–સરઘસ બંધી, ડેટા એન્ટ્રી, ડોકયુમેન્ટેશન, તાલીમ, મતદાન પહેલાની કામગીરી, મતદાન દિવસની કામગીરી, મતદાન મથકની રચના, ઉમેદવારોના ખર્ચના હિસાબો, નિરીક્ષકોની કામગીરી, પોસ્ટલ બેલેટ કામગીરી, ચૂંટણી પ્રચાર, સરકારી વાહનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ, મતદાર જાગૃતિ, ફરિયાદોના ક્રોત, ઉમેદવારોના પ્રચાર ખર્ચ પર દેખરેખ, આદર્શ આચાર સંહિતાનાં અમલીકરણ, બેનર – પોસ્ટર– હોડિગ્સ દૂર કરવા, લાઈંગ સ્કવોડની કામગીરી, ફરિયાદોના નિરાકરણ સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કલેકટરે કમિશનરેટ, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર તેમજ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર નિયત સમય મર્યાદામાં સરકારી અને રાજકીય બેનરો, હોડિગ્સ દૂર કરવા સૂચના આપી હતી. ખાસ કરીને અધિકારીઓ–કર્મચારીઓની રજા બાબતે નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, મતદાન જાગૃતિ, વધુને વધુ મતદાન માટે જાગૃતિ કાર્યક્રમો, મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવી વગેરે વિશે સુચના આપી હતી..
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરી માર્ગદર્શન આપ્યું
હતુ. કલેકટરે અત્યાર સુધીની ચૂંટણી અનુલક્ષીને થયેલી કામગીરી વિષે નોડલ અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, આસી. કલેકટર નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, રિજિયોનલ મ્યુનિસિપલ કોર્પેારેશનના અધિક કલેકટર ઇલાબેન ચૌહાણ, ડી.એસ.ઓ. રાજેશ્રી વંગવાણી, પ્રાન્ત અધિકારી જે. એન. લીખીયા, ગ્રીષ્માબેન રાઠવા, રાહત્પલ ગમારા, ચાંદની પરમાર, સમાજ કલ્યાણ અધિકારી આનંદબા ખાચર, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech