ખનીજ ચોરીમાં ઝડપાયેલી ૧૫ લાખની રેતી હરાજીમાં વેચવા કલેકટર તંત્રનો નિર્ણય

  • January 24, 2024 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા દસ દિવસ અગાઉ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે દરોડો પાડી ૧૫ લાખની રેતી ખનીજ ચોરીના મામલે પકડી પાડી હતી. રેતીની સાથો સાથ હિટાચી મશીન પણ કબજે લેવાયું છે. આ પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય સાત હજુ પકડવાના બાકી છે.પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે સર્વે નંબર ૧૭ માં ૪,૦૫૨ મેટિ્રક ટન અને સર્વે નંબર ૪૧૮ અને ૪૧૯ માં ૫,૩૩૧ મેટ્રીક ટન જથ્થો ઝડપી પાડો હતો. ૯૦૦૦ મેટિ્રક ટન જેટલા રેતીના આ જથ્થાની બજાર કિંમત ૧૫ લાખ આસપાસ થવા જાય છે. પોલીસે આ બારામાં સ્થળ પર રહેલા ત્રણ શખસોની ધરપકડ કરી છે અને અન્ય સાત શખસો નાસી છૂટા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application