આચાર સંહિતા પૂરી થાય તે પહેલા જ કલેકટરે મહત્વના પ્રોજેકટોની કરી સમીક્ષા

  • June 06, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણી આચારસંહિતા આજે સાંજથી પૂરી થાય છે. પરંતુ હવે તે માત્ર ઔપચારિકતા હોવાથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે માર્ગ મકાન, રેલવે, નેશનલ હાઇવે ઓથોરિટી સહિત કેન્દ્ર અને રાય સરકારના જુદા જુદા પ્રોજેકટોની સમીક્ષા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કરી હતી.
માધાપર ઓવરબ્રિજનું કામ પૂં થઈ ગયું છે પરંતુ સર્વિસ રોડ અને તેના વળતરના મામલે હજુ કાર્યવાહી ચાલુ છે તેની સમીક્ષા આજની બેઠકમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ડર પાસનું કામ કરવાનું થાય છે તે બાબતે પણ સમીક્ષા કરી હતી. રાજકોટ કાનાલુસ રેલવે પ્રોજેકટમાં જમીન સંપાદનની કામગીરી કેટલી બાકી છે અને વળતર ચૂકવવાના મામલેસ શું સ્થિતિ છે તે સંદર્ભે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
રાજકોટ જેતપુર માર્ગનું કામ ચાલુ છે અને આવી જ રીતે કોટડા સાંગાણી બાયપાસનું કામ પણ ચાલુ છે. આ બંને પ્રોજેકટમાં જમીન સંપાદનની કામગીરીની સમીક્ષા સંબંધીત અધિકારીઓ સાથે આજની બેઠકમાં કરવામાં આવી હતી


પેન્ડિંગ કામ ફટાફટ પૂરા કરવા સૂચના
ચૂંટણી આચારસંહિતાના કારણે અત્યાર સુધી મુલતવી રાખવામાં આવેલા બિનખેતી રેવન્યુ અપીલ દબાણ જેવા તમામ કામ તાત્કાલિક પૂરા કરવાની સૂચના જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તમામ પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેકટરો અને સંબંધિત અધિકારીઓને આપ્યા છે. કલેકટરે જણાવ્યું હતું કે આગામી સાહે ડિસ્ટિ્રકટ મિનરલ ફંડના આયોજન સંદર્ભે મીટીંગ રાખવામાં આવી છે અને તેમાં જુદા જુદા વિભાગોને પોતપોતાના પ્લાનિંગ સાથે હાજર રહેવા જણાવ્યું છે


તા.૧૬ના યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે મિટિંગ મળી
પૂર્વ કલેકટર મનીષા ચંદ્રાના વખતથી રાજકોટને યુપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર મળ્યું છે. સારા સંચાલનને કારણે આ કેન્દ્ર હજી સુધી જળવાઈ રહ્યું છે. આગામી તારીખ ૧૬ ના રોજ યુપીએસસીની પરીક્ષા હોવાથી તેની તૈયારી સંદર્ભે આજે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગ યોજવામાં આવી હતી અને તેમાં તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News