જલારામ જયંતીની નાત પછી રામનવમીના પારણાંના જ્ઞાતિ ભોજન વેળાએ દાતાઓ દ્વારા ઉદાર જાહેરાત: શહેરમાં બીજી લોહાણા મહાજનવાડી માટે લાલ પરિવાર તરફથી 1 કરોડ 11 લાખ 11 હજાર 111ની ઉદાર સખાવત સાથે કુલ ફાળો ત્રણ કરોડની નજીક: રામનવમીના પારણાંની નાતના દાતા શરદભાઇ કલ્યાણજી વસંત પરિવારનું સન્માન: શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી
જામનગર શહેરમાં રામનવમીના પારણાં પ્રસંગે યોજાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે શહેરમાં બીજી નવી લોહાણા મહાજનવાડીના નિમર્ણિ માટે દાનની સરવાણી આગળ વધી હતી.
જામનગરમાં ગત જલારામ જયંતિ પ્રસંગે યોજાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે શહેરમાં વધતી વસ્તી અને વિસ્તારના પગલે બીજી નવી લોહાણા મહાજનવાડીનું નિમર્ણિ કરવાની જાહેરાત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલે કરી હતી. એ વેળાએ જ ગં. સ્વ. મંજુલાબેન હરિદાસ (બાબુભાઇ) લાલ પરિવાર તરફથી આ માટે ા. એક કરોડ અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર, અરવિંદભાઇ પાબારી તરફથી અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર, જય જલીયાણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડો. રક્ષાબેન દાવડા તરફથી પાંચ લાખ તેમજ ભાણવડવાળા કુમનદાસ પ્રાગજીભાઇ તન્ના તરફથી પાંચલાખની જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત અન્ય રઘુવંશી શ્રેષ્ઠીઓએ પણ જુદી-જુદી રકમો નવી મહાજનવાડી માટે આપવાની જાહેરાત કરતાં એ જ દિવસે ા. દોઢ કરોડથી વધુ રકમનો ફાળો નોંધાયો હતો. એ પછી જામનગર શહેરમાં રામનવમીના પારણાં નિમીતે ગત ગુવારે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન તથા સારસ્વત બ્રાહ્મ જ્ઞાતિના (માસ્તાન)નું આયોજન રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના નેજા હેઠળ કોમર્સ કોલેજના મેદાન પર કરવામાં આવ્યું હતું. જેના પ્રાયોજક તરીકે શરદભાઇ કલ્યાણજીભાઇ વસંત પરિવાર હતો.
આ કાર્યક્રમ વેળાએ પ્રાસંગીક પ્રવચન કરતાં પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ અશોકભાઇ લાલે ઉપસ્થિત સૌને નવી લોહાણા મહાજનવાડી માટે ઉદાર દિલથી આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી. જેના પગલે અગ્રણી વ્યાપારી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંતે ા. 51 લાખ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જ્ઞાતિ સમૂહ ભોજનના દાતા પરિવાર શરદભાઇ કલ્યાણજીભાઇ વસંત તરફથી પણ ા. 25 લાખ જાહેર કરવામાં આવ્યા હતાં. જયારે ગ્રેઇન માર્કેટના જાણીતા વેપારી દામોદર મથુરાદાસ તન્ના પરિવાર તરફથી ા. 11 લાખ, નોબત દૈનિકવાળા માધવાણી પરિવાર તરફથી રોનક માધવાણીની સ્મૃતિમાં ા. પાંચ લાખ, વાડીનારવાળા બાબુલાલ ભીમજી બદીયાણી તરફથી ા. પાંચ લાખ તેમજ દિવાળીબેન વૃજલાલ મશ પરિવાર તરફથી ા. પાંચ લાખ એકાવન હજાર સહિત કુલ ા. એક કરોડ દસ લાખ કરતાં વધુ રકમ જાહેર થતાં નવી મહાજનવાડી માટે કુલ ા. પોણા ત્રણ કરોડથી વધુ રકમની જાહેરાત દાતાઓ તરફથી થઇ ચૂકી છે.
શહેરના કોમર્સ કોલેજના મેદાન પર યોજાયેલી રામનવમીના પારણાં પ્રસંગની લોહાણા જ્ઞાતિની નાત પ્રસંગે આ જ્ઞાતિ સમૂહ ભોજનના પ્રાયોજક શરદભાઇ કલ્યાણજીભાઇ વસંત, શ્રીમતી જયશ્રીબેન શરદભાઇ વસંત, કિંજનભાઇ શરદભાઇ વસંત અને શ્રીમતી રોનક કિંજનભાઇ વસંતનું સન્માન આયોજક રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના જીતુભાઇ લાલ સહિતના તમામ સહયોગી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.
જામનગરમાં આયોજીત લોહાણા જ્ઞાતિના આ સમૂહ ભોજન અવસરે રિલાયન્સના ધનરાજભાઇ નથવાણી, જુનાગઢના ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, રાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટક ઉપરાંત સમગ્ર હાલાર પંથકમાંથી જામજોધપુર, ભાણવડ, જામખંભાળિયા, દ્વારકા, મીઠાપુર સહિતના મથકો પરથી લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદ્દેદારો - આગેવાનો તેમજ સ્થાનિક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામનું આયોજક રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતી તરફથી ભગવાનશ્રી રામજીની તસ્વીર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં આયોજક સંસ્થાવતી જીતુભાઇ લાલે 25-25 વર્ષથી સતત રીતે જલારામ જયંતિની નાત તેમજ છેલ્લા નવ વર્ષથી રામનવમીના પારણાં પ્રસંગે આયોજીત કરાતા જ્ઞાતિ સમૂહ ભોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ નજીકના ભવિષ્યમાં જ નવી મહાજનવાડી માટે જમીન ખરીદવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવી જાહેરાત કરવા સાથે જ્ઞાતિના શ્રેષ્ઠીઓ-દાતાઓ અને આગેવાનો અને સર્વે જ્ઞાતિજનોને ઉદાહર હાથે સખાવત કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાએ કર્યું હતું.
શહેરમાં લોહાણા જ્ઞાતિજનો માટે રામનવમીના પારણાં પ્રસંગે આયોજીત કરાયેલા આ જ્ઞાતિ સમૂહ ભોજનના કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા માટે રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ મોદી, મનોજભાઇ અમલાણી, રાજુભાઇ કોટેચા, અનિલભાઇ ગોકાણી, ભરતભાઇ કાનાબાર, નિલેશભાઇ ઠકરાર, રાજુભાઇ મારફતીયા, અતુલભાઇ પોપટ, મધુભાઇ પાબારી, રાજુભાઇ હિંડોચા અને મનિષભાઇ તન્નાએ જહેમત ઉઠાવી હતી.
લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સાથે...
જામનગરમાં રકતદાન યજ્ઞની સાથે મતદાન જાગૃતિ માટે કરાયો પ્રયાસ...
જામનગરમાં રામનવમી પ્રસંગે ગત તા. 18 ના રોજ કોમર્સ કોલેજના મેદાન પર રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના નેજા હેઠળ આયોજીત કરાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનના કાર્યક્રમની સાથે સાથે માનવ સેવાનું કાર્ય તેમજ લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે પણ સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રઘુવંશી સમાજના સમૂહ ભોજન સાથે જી. જી. જી. હોસ્પિટલની બ્લડ બેંકના સહકારથી યોજાયેલા રકતદાન કેમ્પમાં 97 રકતદાતાઓએ લોહી આપ્યું હતું. તમામ રકતદાતાઓને સ્મૃતિપે ભગવાન શ્રીરામચંદ્રજીનો ફોટો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આગામી તા. 7ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ માટે સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો હતો. જેમાં સેલ્ફી લેવા સાથે અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ મોટી સંખ્યામાં રઘુવંશીઓએ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech