હજુ પણ મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વચ્ચે બમણો તફાવત: સવાર-સાંજ ઠંડીને કારણે એસી-પંખા ધીમા થયા: કપડા બજાર શિયાળાની ઠંડીમાં ગરમ બની: વ્હેલી સવાર અને સાંજ મુસાફરો ઘટયા
જામનગર સહિત સમગ્ર હાલારમાં અઠવાડીયાથી શિયાળો બેસી ગયો છે, લઘુતમ તાપમાન 14 ડીગ્રી સુધી પણ પહોંચી ગયું હતું, ધીમે-ધીમે ઠંડીમાં વધ-ઘટ થયા કરે છે જયારે લઘુતમ તાપમાન 17.5 ડીગ્રીએ પહોંચ્યું છે, સવાર-સાંજ ઠંડીને કારણે એસી અને પંખા ધીમા થઇ ગયા છે અને જનજીવન ઉપર પણ અસર થઇ છે, સવારના અને મોડી રાત્રે બસમાં મુસાફરોની સંખ્યા ઘટતી જોવા મળી છે, આગામી દિવસોમાં વધુ ટાઢક થશે તેમ હવામાન ખાતુ કહે છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 17.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 29.5 ડીગ્રી, હવામાં ભેજ 65 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. સામાન્ય રીતે લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 4 થી 5 ડીગ્રીનો ફરક હોય છે, પરંતુ હજુ સુધી ડબલ ફેર જોવા મળ્યો છે, દા.ત. આજનું મહત્તમ તાપમાન 17.5 ડીગ્રી છે જયારે મહત્તમ તાપમાન 29.5 ડીગ્રી છે એટલે લગભગ 90 ટકાનો ફેરફાર આવે છે.
ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. હજુ તો શિયાળાની શઆત છે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે હજુ તાપણા કરી શકાય તે પ્રકારની ઠંડી જોવા મળી નથી, ગયા વખતે આ સમયમાં તાપમાન 10 ડીગ્રી આસપાસ પહોંચી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે.
જો કે ત્રણેક દિવસ પહેલા લઘુતમ તાપમાન 14 ડીગ્રીએ પહોંચી ગયું હતું, ત્યારબાદ ફરીથી 3.5 ડીગ્રીનો વધારો થયો છે, આમ ઠંડીમાં પણ વધ-ઘટ ચાલ્યા કરે છે. ઠંડી શ થઇ ગઇ હોવા છતાં પણ રોગચાળો હજુ પણ પુરબહારમાં જોવા મળે છે, તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે તેમ હવામાન ખાતું કહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech