દ્વારકાના દરિયામાં ફસાયેલા ૫૦ લોકોને બચાવવા કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન

  • June 13, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના દરિયાી ૨૫ નોટીકલ માઇલ દુર દરિયામાં ફસાયેલા ૫૦ જેટલા લોકોનું રેસકયુ કરવાની કામગીરી ચાલી રહી છે. તે પૈકી ૧૨ ઈ ૧૫ ને સલામત રીતે દરિયાકાંઠે લાવવામાં આવ્યા છે અને બાકીનાઓને પરત લાવવાની કામગીરી કોસ્ટ ગાર્ડ દ્વારા હા ધરવામાં આવી છે.
સતાવાર સાધનોના જણાવ્યા મુજબ દ્વારકાના દરિયાી ૨૫ નોટિકલ માઈલ દૂર ઓઇલ ગિં ડ્રીલીગ માટે ’કી સિંગાપુર’ નામની શિપ લાંગરવામાં આવી છે. આ શીપમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જિનિયરો વાવાઝોડાની પરિસ્િિત પછી સમયસર દરિયા કાંઠે પરત ફરવામાં નિષ્ફળ રહ્યા હતા અને શીપમાં ફસાયા છે તેવી માહિતી મળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા એએલએચ એરક્રાફ્ટ દ્વારા ઓપરેશન હા ધરવામાં આવ્યું છે.
વિપરીત પરિસ્િિતમાં તરત પહોંચી શકાય તે માટે રાજકોટના એરપોર્ટ પર એક હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. મેસેજ મળતાની સો જ આ હેલિકોપ્ટર રાજકોટી દ્વારકાના દરિયામાં મોકલવામાં આવ્યું છે. ૧૨ ી ૧૫ જેટલા કર્મચારીઓને સલામત સ્ળે લાવવામાં આવ્યા છે અને હજુ આ કામગીરી ચાલુ હોવાનું સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે.
**
બિપરજોય વાવાઝોડાના પગલે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા અનેક ટ્રેનો રદ: આજથી ૧૫ જુન સુધી લોકલ ટ્રેન સહિતની ટ્રેનોને અસર
બિપરજોય વાવાઝોડાના પગલે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા યાત્રીકોની સુરક્ષાને ઘ્યાનમાં રાખીને આજથી તા. ૧૫ જુન સુધી સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના વિસ્તારોમાં દોડતી ટ્રેનો રદ-બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર અને દેવભુમી દ્વારકા આવતી જતી ટ્રેનોમાં જે ટર્મીનેટ કરાઇ છે તેમાં તિ‚નવેલી-ઓખા-તિ‚નવેલી એકસપ્રેસ અમદાવાદ સુધી, ઓખા-નાહરલગુન એકસપ્રેસ રાજકોટ સુધી, ઓખા-જયપુર એકસપ્રેસ રાજકોટ સુધી, ઓખા-બનારસ એકસપ્રેસ રાજકોટ સુધી, મુંબઇ-ઓખા એકસપ્રેસ રાજકોટ સુધી, શાલીમાર-ઓખા એકસપ્રેસ સુરેન્દ્રનગર સુધી, ઓખા-રામેશ્ર્વર એકસપ્રેસ રાજકોટ સુધી, પુરી-ઓખા-પુરી અમદાવાદ સુધી, ઓખા-ગૌહાટી-ઓખા અમદાવાદ સુધીનો સમાવેશ થાય છે. જયારે આજથી ૧૫ જુન સુધી કેન્સલ કરાયેલી ટ્રેનોમાં ઓખા-દિલ્હી-સરાઇ રોહલ્લા, ઓખા એસકપ્રેસનો સમાવેશ થાય છે. યાત્રીકોને સતત માહિતી મળી રહે તે માટે તમામ સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાહેરાત પણ કરવામાં આવનાર છે તેની સાથે જ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ, હવામાન વિભાગ તેમજ રાજય સરકારના સ્થાનીક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ચક્રાવાત દરમ્યાન જ‚ર પડશે તો અન્ય ટ્રેનો રદ કરવા કે શોર્ટ ટર્મીનેટ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે ટ્રેનોની માહિતી લોકોને મળી રહે તે માટે હેલ્પલાઇન નં. ૧૩૯ ઉપરાંત હેલ્પલાઇન ડેસ્ક પણ શ‚ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application