મોરબી જીલ્લ ામાં વધતા ઉદ્યોગો સાથે પ્રદુષણની સમસ્યા પણ વધી રહી છે પેપરમિલ એકમો અને ફૂડ ફેકટરીઓ પ્રદુષણ ફેલાવતી હોવાની રાવ વચ્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર રીપોર્ટ કર્યા બાદ વડી કચેરી ખાતેથી ૨ પેપરમિલ અને એક ફૂડ ફેક્ટરી સહિતની ત્રણ કંપનીને ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી છે તો એક ફેક્ટરીને ૪૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે
મોરબી જીપીસીબી અધિકારી મહેન્દ્ર સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગોર ખીજડીયા રોડ પર આવેલ નેક્સા પેપર નામની ફેક્ટરી દ્વારા મચ્છુ ૨ ડેમ પાસે પેપરમિલનો કચરો ફેકી પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય જેથી પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રક પકડાયો હતો અને પેપરમિલ નેક્સા પેપર ખાતે વિઝીટ કરી ગાંધીનગર રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં વડી કચેરી દ્વારા ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી અને ૪૫ લાખનો દંડ ફટકાર્યો છે
તેમજ ટંકારાના વીરપર નજીક આવેલ બીઝ કોર્પોરેશન નામની ફૂડ ફેક્ટરીનું દુષિત પાણી અને કચરો બહાર જતો હોવાથી પ્રદુષણ ફેલાય છે જે ફરિયાદને પગલે જીપીસીબી ટીમે વિઝીટ કરી ગાંધીનગર રીપોર્ટ કર્યો હતો અને વડી કચેરીથી ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે જયારે મોરબીના ઘૂટું ગામ નજીક આવેલ રોલ્ટાસ પેપરમિલમાં કચરો સળગાવી પ્રદુષણ ફેલાવાતું હોવાની રાવને પગલે ટીમે સ્થળ વિઝીટ કરી હતી અને વડી કચેરીમાં રીપોર્ટ કરતા ક્લોઝર નોટીસ આપવામાં આવી છે આમ કુલ ૩ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે ત્યારે પ્રદુષણ ફેલાવનાર અન્ય એકમોના સંચાલકોમાં દોડધામ મચી છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જીપીસીબી કચેરીના અધિકારીએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech