રામનાથપરા પોલીસ પોલીસ લાઈન ત્રણ માળિયા કવાર્ટરમાં રહેતા બે પોલીસ પરીવાર વચ્ચે કચરો ફેંકવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વપ ધારણ કરી લેતા મહિલા કોન્સ્ટેબલના દરવાજામાં તલવારના ઘા ઝીકી મારમારી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહેતા માતા–પુત્ર ઉપર એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જયારે સામાપક્ષે મહિલા કોન્સ્ટેબલ સામે પણ મારમારી ધમકી આપ્યા અંગેનો ગુનો એ ડિવિઝન પોલીસે નોંધ્યો છે.
પ્રા વિગત મુજબ રામનાથપરામાં પોલીસ લાઈન ત્રણ માળિયામાં બ્લોક નં બી–૫માં કવાર્ટર નં–૫૭માં રહેતા અને યુનિવર્સીટી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ મેંદરડાના નાના ખોડિયાર ગામના વતની હંસાબેન કાળાભાઇ દાફડા (ઉ.વ.૩૨)એ એ. ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બાજુના કવાર્ટર નંબર–૫૯માં રહેતા યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલા અને તેનો પુત્ર મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા કવાર્ટરના દરવાજા પાસે કેટલાક સમયથી બાજુના કવાર્ટરમાં રહેતા પડોશી પરિવાર કચરો ફેંકતા હોઈ આ બાબતે ગઈકાલે તેમના ઘરે સમજાવવા જતા યશોદાબા અને તેમનો પુત્ર મયુરસિંહ મારી સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરવા લાગ્યા હતા મેં તેને ગાળો આપવાની ના પાડતા જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ બોલી ઘરના દરવાજામાં તલવારના ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ પરથી યશોદાબા અને તેના પુત્ર મયુરસિંહ ઝાલા સામે એટ્રોસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જયારે સામા પક્ષે કવાર્ટર નં–૫૯માં રહેતા સુશીલાબેન મદારસિંહ ઝાલા (ઉ.વ.૬૫)એ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હંસાબેન દાફડા સામે વળતી ફરિયાદ નોંધવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ૫૦ વર્ષથી રામનાથપરા પોલીસ લાઈનમાં રહત્પ છું, પતિ પોલીસમાં ફરજ બજાવતા હતા અને મારા ચારેય દીકરા પોલીસમાં જ ફરજ બજાવે છે. રવિવારે હત્પં ઘરે હતી ત્યારે પડોશી હંસાબેન ઘરે આવી પૌત્રી યશોદાબાને કહેવા લાગ્યા હતા કે તું કેમ અમારા ઘરના દરવાજા પાસે કચરો નાખે છે. તમે બહત્પ ચગી હાલ્યા છો, હવે તમે અહીં કેમ રહો છો આ એ હત્પ જોવ છું, તમે મનમાની કરો છો તમારા વિધ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી પૌત્રી સાથે ઝગડો કરી મારામારી કરી હતી. જેમાં મને પણ ધક્કો મારતા હત્પં પડી ગઈ હતી અને ઇજા થઇ હતી. દેકારો થતા પૌત્રીએ મયુરસિંહને ફોન કરી બોલવતા એ આવ્યો હતો. દરમિયાન હંસાબેન અને તેનો પતિ પોતાના કવાર્ટરમાં ચાલ્યા ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મહિલા કોન્સ્ટેબલ હંસાબેન સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech