મોહર્રમની જાહેર રજાના દિવસે પણ સ્કુલો ચાલુ રાખવા પરિપત્ર

  • July 29, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીતિના વડાપ્રધાનના કાર્યક્રમને લઇને આદેશ

મોહર્રમ પર્વની જાહેર રજા હોય છે અને સરકારી કચેરીઓથી લઇને સ્કુલ, કોલેજો સહિત તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં પણ રજા હોય છે, પરંતુ આજે મોહર્રમની જાહેર રજાના દિવસે પણ તમામ સ્કુલો ચાલુ રાખવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ૩ વર્ષ પુરા થતા હોય એ નિમીતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસીકતા સહયોગ થકી અખીલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમનું આયોજન થનાર છે અને વડાપ્રધાન દ્વારા ૨૯ જુલાઇના રોજ ઇન્ડીયા ટ્રેન્ડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન દિલ્હી ખાતે આ કાર્યક્રમ શરુ કરવામાં આવનાર હોય ઉદઘાટન બાદ શાળા શિક્ષણના ચાર સેશન સહિત કુલ ૧૬ વિષયલક્ષી સેશન ૨૯ અને ૩૦ જુલાઇના રોજ યોજાનાર છે. વિધાર્થીઓ અને શિક્ષકો આ તમામ સેશનનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે તમામ સ્કુલો ચાલુ રાખવા સુચના આપવામાં આવી હતી. અને આ અંગેની વિગતોનો રિપોર્ટ આપવા પણ ડીઇઓને આદેશ કરવામાં આવ્યો છે.
આજે મોહર્રમની જાહેર રજાના દિવસે પણ તમામ સ્કુલો ચાલુ રાખવાના પરિપત્ર આવતા ચર્ચાઓ જાગી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી સુચનાના પગલે કમિશ્નર ઓફ સ્કુલ કચેરી દ્વારા તમામ ડીઇઓને તા. ૨૯મીએ સ્કુલો ચાલુ રાખવા આદેશ કર્યા છે જો કે તેમાં બેદરકારી સામે આવી છે, કેન્દ્ર સરકારનો આ બાબતનો પત્ર મહત્વનો હોય, ૨૪મીએ આવ્યો હોવા છતા કમિશ્નર કચેરી દ્વારા તમામ ડીઇઓને ગઇ મોડી સાંજે સ્કુલો છુટયા બાદ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application