મતદાન ચોક્કસ કરીએ અને કરાવીએ’, ‘મારો મત કિંમતી મત... સહિતના નારા, બેનર્સ સાથે રોજના ૨૫ થી વધુ મતદાન જાગૃતિના કાર્યક્રમોએ રાજકોટ જિલ્લામાં મતદાતાઓને મતદાન કરવા માટે અનન્ય પ્રેરણા પુરી પાડી છે. જેનો શ્રેય રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને જાય છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે સ્વીપ (સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને મતદારની ભાગીદારી ) કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
લોકસભા ચૂંટણી – ૨૦૨૪ જાહેરાતના પ્રારંભ સાથે રાજકોટ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્વીપ ના નોડલ ઓફિસર જીજ્ઞાસાબેન ગઢવી અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક વિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.
૨૬ એપ્રિલ સુધીમાં એટલે કે લગભગ ૪૦ દિવસના ગાળામાં ૬ જેટલી સાયકલ રેલી યોજવામાં આવી. જેમાં ૪૪૨ જેટલા લોકો સહભાગી બની "મારો મત- કિંમતી મત"ગલી ગલીમાં ગુંજતો કર્યો. વિવિધ કોલેજોમાં ૫૨ વોકાથોન કાર્યક્રમોમાં ૪,૮૦૬ વિદ્યાર્થીઓએ કદમથી કદમ જોડી લોકશાહીના પાયાને મજબૂતીનું બળ પૂરું પાડ્યું. તો ૮ જેટલા માનવ સાંકળના કાર્યક્રમોમાં ૨,૨૯૭ જેટલા લોકોએ જોડાઈ "મતદાન એ સૌની સહભાગિતા"નો સંદેશો પાઠવ્યો.
આ સાથે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મતદારોને જાગૃત કરવા ચુનાવ પાઠશાળાએ ગ્રામીણ લોકોને મતદાનના પાઠ ભણાવ્યાં. મતદાન પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે, તેનુ પ્રત્યક્ષ નિદર્શન રજુ કરવામાં આવ્યું. લોકોને મતદાન કેવી રીતે કરવું તેની સમજ આપતા ૧,૦૭૯ જેટલા કાર્યક્રમોમાં જિલ્લામાં ૭૦,૨૮૮ લોકોએ સહભાગી બની મતદાન કરવાના શપથ લીધા.
આ સાથે "નો યોર પોલીંગ સ્ટેશન" કે જ્યાં મતદાન બુથ, વિભાગ, નોંધણી સ્થળની મતદાન પહેલાં જ ઓળખ મળે તેવા કાર્યકમો પણ હાથ ધરી મતદારોને વધુ ને વધુ કેમ સરળતા મળી રહે, તેવો અભિગમ પણ ચુંટણી વિભાગ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે.
જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમો થકી "લોકશાહી પર્વ એટલે આપણું પર્વ" તેવી લાગણી જન-જન સુધી ગુંજી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લો ખરા અર્થમાં લોકશાહીના પાયાને મજબૂત કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech