માલદીવ્સમાં રહી ભારતની જાસુસી કરશે ચીની જહાજ

  • January 23, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનનું એક જાસુસી જહાજ હવે માલદીવ્સ પહોચી રહ્યું છે જે ને લીધે ભારતની ચિંતામાં વધારો થયો છે. ભારત ચીનના આ જાસૂસી જહાજની હિલચાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે. બેઇજિંગ તે જાસુસી જહાજ નહીં પણ એક સમુદ્ર સંશોધન જહાજ હોવાનો દાવો કરે છે. આ જહાજ જે આવતા અઠવાડિયે માલદીવ પહોંચવાનું છે.જિયાંગ યાંગ હોંગ ૦૩ નામનું આ જહાજ હાલમાં દક્ષિણ–પૂર્વ એશિયન સમુદ્રમાં છે અને ભારતીય જહાજોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે, જેમાં પ્રદેશમાં સંસાધનોનો ડેટા એકત્ર કરવાના અને જાસુસીના કોઈપણ પ્રયાસનો સમાવેશ થાય છે.

ચીન તરફી મુઈુએ જિનપિંગને ખુશ કરવા માટે માલદીવ ખાતે ચીનના જાસૂસી જહાજોને રોકાવાની મંજૂરી આપી દીધી છે. ચીનનુ જાસૂસી જહાજ જિયાંગ યાંગ હોંગ માલદીવ તરફના દરિયાઈ માર્ગ પર મુસાફરી કરી રહ્યુ છે અને તે ફેબ્રુઆરીમાં માલદીવની રાજધાની માલેમાં રોકાણ કરે તેવી આશંકા છે. ચીનનુ આ જહાજ લાંબા અંતર સુધી નજર રાખી શકે તેવા હાઈટેક ઉપકરણોથી સ છે અને માલદીવથી તે ભારતના દક્ષિણ હિસ્સાના દરિયા કિનારાની જાસૂસી કરી શકે છે.આ પહેલા અમેરિકા પણ હિન્દ મહાસાગરમાં ચીનના જાસૂસી જહાજોની હાજરીને લઈને ચિંતા વ્યકત કરી ચૂકયું છે.

મુઈજજુ પોતાના નિર્ણયો ભારત વિરોધી માનસિકતા સાથે લઈ રહ્યા છે અને ચીનના જહાજોને માલેમાં રોકાવાની પરવાનગી આપવાનો નિર્ણય પણ તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ તેઓ ચીનની મુલાકાતે ગયા હતા અને તેમણે ચીન સાથે કરેલી કેટલીક સમજૂતી તો ગુ રાખવામાં આવી હોવાનુ કહેવાઈ રહ્યું છે. માલદીવના વિપક્ષોનો આક્ષેપ છે કે, મુઈુની ચીન સાથેની નજદીકીના કારણે ચીનમાં માલદીવની સેનાની હાજરી વધશે. માલદીવ્સમાં નવી સરકાર આવ્યા પછી આ ટચુકડો દેશ ચીન તરફ અઢળક ઢાળ્યો છે. માલદીવ્સના પ્રમુખ મોઈઝુ ચીનની મુલાકાતે જઈ આવ્યા પછી એતેના તેવર બદલી ગયા છે. અને હવે ચીનનું જહાજ માલદીવ્સ જઈ રહ્યું છે. અગાઉ ચીન શ્રીલંકાના સમુદ્રમાં જાસુસી જહાજો મોકલીને ન્હારતની જાસુસી કરતુ રહ્યું છે. શ્રીલંકાને દેવાના બોજ હેઠળ દબાવીને ચીને તેનું હમ્બનટોટા બંદર પડાવી લીધું છે અને ત્યાં ચીની જાસુસી જહાજો અને નૌસેનાના જહાજો મોકલવા માંડું હતું જેનો ભારતે વારમવાર વિરોધ કર્યેા હતો. અગાઉ ત્રણેક વખત ચીનના જાસુસી જહાજ શ્રીલંકા નજીકના સમુદ્રમાં જાસુસી માટે આવ્યા ત્યારે ભારત દ્રારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News