ચીને ભારતની સેંકડો કિંમતી જમીન હડપ કરી જ લીધી છે: રાહુલ ગાંધી

  • August 25, 2023 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહત્પલ ગાંધીએ કારગીલમાં કહ્યું હતું કે વડાપ્રધાને જૂથ બોલીને કહ્યું હતું કે ચીને ભારતની એક ઈંચ પણ જમીન દબાવી નથી પણ હકીકત એ છે કે ચીને ભારતની સેંકડો કિમી જમીન હડપ કરી લીધી છે. લદ્દાખ એક વ્યૂહાત્મક સ્થળ છે. તેમણે કારગિલના લોકોને કહ્યું કે, ચીને લદ્દાખનો એક ઈંચ પણ લીધો નથી અને પીએમ આ અંગે સત્ય કહી રહ્યા નથી. અહીંના લોકો દિલથી વાત કરે છે અને પ્રેમથી વાત કરે છે.

લદ્દાખમાં રાહત્પલ ગાંધીએ કહ્યું કે લદ્દાખ અમાં બીજું ઘર છે. લદ્દાખના લોકો અમારી મદદ કરે છે. તમે લોકો આદર અને દ્રેષ વિના જીવો. તમારી અંદર કોંગ્રેસની વિચારધારા છે. પરંતુ તમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, તમારો જે અધિકાર છે તે તમને મળશે. અહીં કોઈ પણ યુવક સાથે વાત કરવામાં આવે તો તે કહેશે કે લદ્દાખ બેરોજગારીનું કેન્દ્ર બની ગયું છે.ભારત જોડો યાત્રા અંગે રાહત્પલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને ગયા હતા, અને તેને પભારત જોડો યાત્રાથ નામ આપવામાં આવ્યું હતું. અમારો ઉદ્દેશ્ય દેશમાં ભાજપ–આરએસએસ દ્રારા ફેલાયેલી નફરત અને હિંસા સામે ઊભા રહેવાનો હતો. યાત્રામાંથી નીકળતો સંદેશ હતો – પઅમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા નીકળ્યા છીએ.

કારગીલમાં કોંગ્રેસ સાંસદ રાહત્પલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યેા છે. કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે તેઓ જૂઠું બોલવામાં નિષ્ણાત છે. પંડિત નેહએ દુશ્મન ચીનને હજારો ટન ચોખા મોકલ્યા હતા. એવો સવાલ પણ ઉઠાવ્યો કે ચીન સાથે તેમના સંબંધો શું છે.લદ્દાખની મુલાકાત દરમિયાન રાહત્પલ ગાંધીના નિવેદન પર ભાજપના પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ગાંધીની દુકાન પ્રેમની નહીં, નફરતની છે. રાહત્પલે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. રાહત્પલે ચીન પર ફરીથી અસંયમિત નિવેદન આપ્યું છે. રાહત્પલ પાયાવિહોણા નિવેદનો આપવામાં માહેર છે. શા માટે તેઓ ચીનને આટલો પ્રેમ કરે છે? મને એ સમજાતું નથી કે રાહત્પલ ગાંધીને ચીનની વાત આટલી બધી કેમ ગમે છે.

સવાલ ઉઠાવતા ત્રિવેદીએ કહ્યું, શું આ ને મળેલું ફડં છે કે પછી ચીન પ્રત્યેનો તેમનો અંગત પ્રેમ, તેઓ વારંવાર તેમના વખાણ કરતા રહે છે. તેમણે એમ પણ કહ્યું કે પંડિત જવાહરલાલ નેહએ પણ તેમના સમયમાં ચીની સેનાને ખાધપદાર્થેા અને લોજિસ્ટિકસ સપ્લાય કર્યા હતા. તેમણે પોતે કહ્યું હતું કે ચીની સેનાને જરી ચોખા મોકલવામાં આવ્યા છે. પહાડી રાયમાં સમસ્યાને કારણે કેટલાક ચોખા મોકલવામાં આવ્યા હતા. તિબેટના કબજા દરમિયાન લોજિસ્ટિકસ પહોંચાડવામાં આવી હતી.તેમણે કહ્યું કે જવાહરલાલ નેહ દ્રારા ૩૫૦૦ હજાર ટન ચોખાની ડિલિવરી કરવામાં આવી હતી. મારે જવાબ જોઈએ છે કે તમે એવા દેશને લોજિસ્ટિકસ કેમ પહોંચાડી જે દુશ્મન દેશ બની ગયો હતો. કોંગ્રેસ અને પરિવાર સાથે ચીનની ડીલ શું છે તે અંગે બીજી સ્પષ્ટ્રતા જરી છે.

તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું કે, વારંવાર ચીન વિશે પૂછવાના તમારા સ્વભાવનું કારણ શું છે? યારે ચીને આપણા દેશ પર હત્પમલો કર્યેા ત્યારે આરએસએસે સરકારને ખભે ખભા મિલાવીને ટેકો આપ્યો હતો, જેની નેહજીએ ઉગ્રતાથી પ્રશંસા કરી હતી અને સ્વતંત્રતા દિવસ પર આરએસએસને બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે ૧૯૫૮માં ભારતે લદ્દાખમાં ૬૦ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તાર પર કબજો જમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application