ચીનની અવળચંડાઇ, ફરી અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા

  • April 04, 2023 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરુણાચલ પ્રદેશને લઈને ભારત સાથે ચીન નો વિવાદ ફરી એકવાર વધી ગયો છે. ભારતના અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો દાખવવા માટે, ચીને ત્રણ ભાષાઓ, ચીની, તિબેટીયન અને પિનયિનમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામની યાદી બહાર પાડી હતી જેમાં તેમાં બે મેદાનો, બે રહેણાંક વિસ્તારો, પાંચ ટેકરીઓ અને બે નદીઓનો સમાવેશ થાય છે.



આ ત્રીજી વખત છે જ્યારે ચીને એપ્રિલ, 2017 અને ડિસેમ્બર, 2021માં એકતરફી રીતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલ્યા છે. જેમાં 2017માં 6 અને 2021માં 15 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. હવે ત્રીજી યાદીમાં 11 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે.



જોકે ભારતે અગાઉ અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને નકારી કાઢ્યું હતું. ભારત તરફથી હંમેશા એવું કહેવામાં આવે છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે.આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં આ રીતે સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય.


મીડિયા રિપોર્ટ અનુસાર, બેઇજિંગમાં ચાઇના તિબેટોલોજી રિસર્ચ સેન્ટરના નિષ્ણાત લિયાન ઝિયાંગમિને જણાવ્યું હતું કે ભવિષ્યમાં અરુણાચલ પ્રદેશમાં વધુ પ્રમાણિત સ્થાનોના નામ જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application