કલેકટર, કમિશ્નર અને ડીડીઓને અઢી કરોડના ચેક અપાયા

  • May 02, 2023 11:22 AM 

વિકાસ કામો માટે સરકારે કરી ફાળવણી

જામનગરમાં ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજર ન રહેતા તેમના સ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મોકલ્યા હતા, ત્યારે તેમને ગઇકાલે સાંજે પ્રદર્શન મેદાનમાં મુખ્યમંત્રી વતી એવી જાહેરાત કરી હતી કે જામનગર શહેર, જિલ્લા અને કલેકટરને વિકાસના કામો કરવા માટે સરકારે વધારાના ા. અઢી-અઢી કરોડ આપવામાં આવશે અને તેનો ચેક ગઇકાલે જ અર્પણ  રી દેવાયો હતો.

આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે એ જિલ્લા કલેકટર બીજલ શાહ, મ્યુ. કમિશ્નર દિનેશ મોદી અને ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને ગઇકાલે ા. અઢી કરોડના ચેક આપ્યા હતા અને આ રકમ વિકાસના કામો માટે વાપરવા સરકારે જાહેરાત કરી હતી, જો કે જામનગરને કરોડો પિયા મળશે એવી વાત થઇ હતી, પરંતુ એ વાત ઠગારી નીવડી હતી અને માત્ર સાડા સાત કરોડની રકમ આપવામાં આવતા લોકોમાં પણ થોડો કચવાટ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application