PGVCLનું ચેકીંગ : આજે રાજકોટમાં આ વિસ્તારમાં ટીમ મેદાને ઉતરી...

  • August 07, 2023 01:51 PM 



આજે રાજકોટમાં ફરી PGVCLની કોર્પોરેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સીટી ડિવિઝન 2 હેઠળ આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 45 ટીમ દ્વારા આ ચેકીંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી PGVCLની ટીમ મેદાને ઉતરી હતી. જેમાં SRPના 15 જવાનો, સ્થાનિક પોલીસના 15 જવાનો, એક્સ આર્મી મેન 18, 4 વિડિયોગ્રાફર સહિતના આ ચેકીંગની કામગીરીમાં જોડાયા હતા. 


રાજકોટના આ વિસ્તારમાં ચેકીંગ

પોપરપરા, રઘુનંદન, રૈયા ગામ, ખોડીયાર પરા, બંસીધર પાર્ક, ઇન્દિરા નગર, મારવાડી સોસાયટી સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજચોરી કરનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application