તાકીદે પોલીસે પુરાવા મેળવી આરોપનામું કોર્ટમાં રજુ કર્યુ
જોડિયાના ગ્રામ્ય પંથકમાં સાત વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ મા આરોપીને ઝડપી લેવાયો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.પોલીસે ફક્ત પાંચ દિવસમા જ આરોપનામું કોર્ટમાં રજૂ કરી દીધું છે.
જોડિયા નાજીક વાડી વિસ્તાર મા રહેત એક પરિવાર ના પિતા-પુત્રી ગત. તા. ૧૯નાં સાંજે ખેતીકામ માટે ખેતરે ગયા હતા. જ્યાં પિતા ખેતી કામ કરતા હતા ત્યારે બાળકી એકલી રમી રહી હતી ત્યારે અશ્વિન જયંતિભાઈ ગોહેલ (ઉ.વ.૨૮ રહે. મેઘપર ગામ) નામના શખ્સે તે બાળકી પાસે આવી તેને પોતાની સાથ થોડે દૂર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સના કૃત્યથી હેબતાયેલી બાળકીએ બૂમાબૂમ કરતા નજીકમાં જ કામ કરી રહેલા પિતા દોડી આવ્યા હતા.
દરમિયાન આરોપી અશ્વિન ગોહેલ બાળકી છોડીને નાસી ગયો હતો. આ અંગે બાળકીનાં પિતાએ પોલીસમા ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.ડી. ગોહિલએ આરોપી અશ્વિન ગોહેલને ઝડપી પડયો હતો અને તેની જેલ હવાલે કરવામાં આવ્યો હતો. એસપી પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાની સુચનાથી અને સીપીઆઇ ગજજરના માર્ગદર્શન મુજબ તાકીદે પુરાવા મેળવી ચાર્જસીટ કરવા સુચના આપતા જોડીયા પોલીસ દ્વારા ફક્ત પાંચ જ દિવસમાં આરોપી સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech